
દેશના રેસલર્સે WFI પ્રમુખના વિરોધમાં પ્રદર્શન પર પૂર્ણવિરામની કરી જાહેરાત – કહ્યું કોર્ટમાં કેસ લડીશું
દિલ્હીઃ- દેશમાં છેલ્લા કેટલાક સમયથી રેસલર્સે WFI પ્રમુખના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે હવે પહેલવાનોએ આ પ્રદર્શન પર પૂર્ણ વિરામની જાહેરાત કરી છે એટલે કે આ પ્રદર્શન ખતમ કરવાની કરી જાહેરાત કરી છે ,જો કે આ પહેલા ગૃહમંત્રી શાહ દ્રારા પણ તેઓ સાથે આ મામલે વાતચીત થઈ હતી ત્યારે હવે છેવટે રેસલર્સે કોટર્માં જ કેસ લડવાની વાત કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ વિતેલા દિવસે જણાવ્યું હતુ કે આઉટગોઇંગ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામેની લડાઈ હવે ગલીઓમાં કે રસ્તાઓ પર નહીં પણ કોર્ટમાં લડવામાં આવશે.
આ સહીત કુસ્તીબાજોએ એક દિવસ પહેલા દાવો કર્યો હતો કે તેઓ તેમનું આંદોલન ફરી શરૂ કરવા માટે રસ્તા પર ઉતરી શકે છે. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ સમાન ટ્વીટ્સ પોસ્ટ કર્યા હતા, જેમાં તેઓએ કહ્યું કે સરકારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનું વચન પૂરું કર્યું છે. આ મામલામાં કુસ્તીબાજોનો સંઘર્ષ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ રાખીશું.
કુસ્તીબાજોએ ટ્વિટ કર્યું છે કે, ‘7મી જૂને યોજાયેલી મંત્રણામાં સરકાર દ્વારા કુસ્તીબાજોને આપેલા વચનને પગલે સરકારે મહિલા કુસ્તી ખેલાડીઓ દ્વારા મહિલાઓની ઉત્પીડન અને યૌન શોષણને લઈને કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે નોંધાયેલી FIRની તપાસ પૂર્ણ કરી છે. 15મી જૂને 6 મહિલા પાલવાન દ્વારા ફરિયાદો અને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ કેસમાં જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કુસ્તીબાજોની કાનૂની લડાઈ રસ્તાના બદલે કોર્ટમાં ચાલુ રહેશે.
જો કે રેસલર્સોએ એમ પણ કહ્યું કે લડાઈ ચાલુ રાખીશું પરંતુ આ લડાઈ કોર્ટમાં ચાલશે , ગલીઓમાં નહીં.” WFI માં સુધારા અંગે, ચૂંટણી પ્રક્રિયા વચન મુજબ શરૂ થઈ ગઈ છે. અમે 11 જુલાઈની ચૂંટણીને લઈને સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા થાય તેની રાહ જોઈ રહ્યા છએ અને ન્યાય મળે તેની અમને ખાતરી છે.