
ગુજરાત 1992ના હુલ્લડમાં ઘાયલ વ્યક્તિને કોર્ટ 25 વર્ષ બાદ 49 હજાર રુપિયાનું વળતર આપવાની કરી જાહેરાત
- 1992ની લડાઈમાં ઘાયલને હમણા મળ્યું વળત
- કોર્ડે ઘાયલ વ્યક્તિને 49 હજારના વળતરની જા્હેરાત કરી
અમદાવાદ – વર્ષ 1992મા થયેલા હુલ્લડની તસ્વીરો આજે પણ લોકોની આંખો સામે તરી આવે છે.ગુજરાત અમદાવાદ 1992 કોમી રમખાણોનો શિકાર બનેલા વ્યક્તિને હવે 25 વર્ષ પછી વળતર મળશે. અમદાવાદ કોર્ટમાં ‘પીડા’ અનેગોળી વાગવાના કષ્ટને માટે 49,000 રૂપિયા વળતર આપવા ગુજરાત સરકાર આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પીડિત એ 1996 માં કેસ દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પીડિતે 1996 માં આ મુકદ્દમો દાખલ કર્યો હતો.દિવાની અદાલતના ન્યાયમૂર્તિ એમ ભટ્ટીએ તાજેતરમાં ગુજરાત સરકારને અરજદાર મનીષ ચૌહાણને 49,000 રૂપિયા ચૂકવવાની સૂચના આપી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ચૌહાણને 30 દિવસની અંદર મુકદ્દમો દાખલ કરવાની તારીખથી દર વર્ષે છ ટકાના દરે સામાન્ય વ્યાજ સાથે 49000 રૂપિયા ચૂકવવામાં આવશે.
ચૌહાને સાત લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી. જુલાઈ 1992 માં અમદાવાદમાં રમખાણો દરમિયાન, તે 18 વર્ષનો હતો. તે અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે 22 જુલાઇ, 1992 ના રોજ ભગવાન જગન્નાથની મુલાકાત દરમિયાન, સાંપ્રદાયિક હુલ્લડો થયા જે ઘણા દિવસો સુધી ચાલુ રહ્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 5 જુલાઇના રોજ ચૌહાણ મ્યુનિસિપલ હોસ્પિટલમાં પરત ફર્યા હતા, જ્યારે તેઓ તેમની માતાને ટિફિન આપીને આવીહ્યા છે, ત્યારે કેટલાક લોકો સ્કૂટર પર આવીને્ તેમના કમર અને છાતીમાં ગોળી મારી હતી. તેમને 14 જુલાઈ સુધીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારે હવે 25 વર્ષના લાંબાગાળા બાદ હવે કોર્ટે મનિષ ચૌહાણને ન્યાય આપ્યો છે અને 49 હજાર રુપિયા વળતર પેઠે આપવાની જાહેરાત કરી છે.