
યમુના નદીનું જળ સ્તર વધતા પુરની શક્યતાઓને લઈને દિલ્હી સરકાર એલર્ટ મોડમાં
દિલ્હીઃ- દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે આવી સ્થિતિમાં દિલ્હીમાં ફરી તવખત યમુનાનદીનું જળ સ્તર વધતા પુરની આશંકાઓ વચ્ચે દિલ્હી સરકાર એલર્ટ બની છે,ઉલ્લેખનીય છે કે વર્ષઓ બાદ યમુના નદીએ પોતાના જળ સ્તરમાં રેકોર્ડ વધારો કર્યો હતો જેને કારણે આજુબાજુના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાય હતી અને સ્થાનિક લોકોને રાહત શષિબીરમાં ખસેડવાની ફરજ પડી હતી.
ત્યાર હેવ યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. આજે સવારે 6 વાગ્યે યમુનાનું જળસ્તર 206.56 મીટરે પહોંચી ગયું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ બાદ હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે યમુનાનું જળસ્તર ફરી વધવા લાગ્યું છે.
આવી ભયાનક પસ્થિતિમાં દિલ્હી સરકાર ફરી એલર્ટ મોડમાં આવી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નદીના જળસ્તરમાં વધારો થવાથી રાષ્ટ્રીય રાજધાનીના પૂરથી પ્રભાવિત નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને પુનર્વસન કાર્યને અસર થઈ શકે છે.
મળતી માહિતી મુજબ હથિનીકુંડ બેરેજમાંથી યમુના નદીમાં બે લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાને કારણે પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર હાઈ એલર્ટ પર છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે જો પાણીનું સ્તર 206.7 મીટર સુધી પહોંચે છે, તો યમુના ખાદરના કેટલાક ભાગો ડૂબી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી યમુનાનું જળસ્તર 205.33 મીટરના ખતરાના નિશાનની આસપાસ જઈ રહ્યું છે. 13 જુલાઈના રોજ આ રેકોર્ડ 208.66 મીટરે પહોંચ્યો હતો.ત્યારે હવે સરકાર અવા મોડમાં છે કે જો જળ સ્તર વધે તો તરત તેના સામે રાહતનું કાર્ય ચાલી કરી શકાય.