
બ્રિટન સંસદમાં મહિલાઓનો દબદબોઃ ચૂંટણીમાં કુલ 650 બેઠકો પૈકી 242 બેઠકો ઉપર મહિલાઓની જીત
નવી દિલ્હીઃ આજે બ્રિટનના સંસદની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. મત ગણતરી ની પ્રક્રિયા ચાલી રહી છે. આજ સાંજ સુધીમાં તમામ બેઠકોના પરિણામ જાહેર થઇ જશે. પણ હાલ જે પરિણામ આવ્યા છે તે અનુસાર બ્રિટનમાં 14 વર્ષ બાદ લેબર પાર્ટી ફરી સત્તા પર આવી છે. અત્યાર સુધી ચાલી રહેલી ગણતરી અનુસાર જાહેર થયેલા પરિણામોમાં લેબર પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. અત્યાર સુધીમાં તેને 650માંથી 392 બેઠકો મળી છે. બ્રિટનમાં સરકાર બનાવવા માટે 326 સીટોની જરૂર હોય છે.
ચૂંટણી દરમિયાન લેબર પાર્ટીનું નેતૃત્વ કરનાર સર કીર સ્ટારમર બ્રિટનના આગામી વડાપ્રધાન બનશે અને ઋષિ સુનકનું સ્થાન લેશે . મહત્વપૂર્ણ છે કે, 2022થી કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા ઋષિ સુનકને અત્યાર ચાલતી મત ગણતરી મુજબ માત્ર 92 સીટો મળી છે. સુનકે હાર સ્વીકારી લીધી છે અને પાર્ટીની માફી માગી છે. તેમણે લેબર પાર્ટીના વડા સ્ટારમરને પણ ફોન કરીને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે .
- સુનક-સ્ટામર પોતપોતાની બેઠકો પરથી જીત્યા
અગાઉ સુનકે રિચમન્ડ અને નોર્થલેર્ટનની પોતાની સીટો જીતી હતી. લેબર પાર્ટીના પીએમ પદના ઉમેદવાર કીર સ્ટારમેરે લંડનમાં હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ બેઠકો પણ જીતી છે. બ્રિટનમાં 4 જુલાઈના રોજ સવારે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ 11:30 વાગ્યે) 40 હજાર મતદાન કેન્દ્રો પર મતદાન શરૂ થયું હતું. રાત્રે 10 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે) મતદાન સમાપ્ત થયાના થોડા સમય બાદ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભારતવંશી 44 દિવસનાં PM રહેલાં લિઝ ટ્રસ પોતાની સીટ પરથી હાર્યા, આ ઉપરાંત સુનક ની પહેલા બન્યા હતા તે વડાપ્રધાન બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રસ સાઉથ-વેસ્ટ નોર્ફોકથી હારી ગયા છે. તેઓ માત્ર ૫૦ દિવસ માટે વડાપ્રધાન રહ્યા હતા. લેબર પાર્ટીના ટેરી જેરી જીત્યા છે. તેમણે લિઝ ટ્રસને માત્ર 600 વોટથી હરાવ્યા છે. અગાઉ 2019ની ચૂંટણીમાં ટ્રુસે આ જ બેઠક પર 26 હજાર મતથી જીત મેળવી હતી.
ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની હાર બાદ ઋષિ સુનક લંડન જવા રવાના થઈ ગયા છે. અહીં તેઓ કિંગ ચાર્લ્સને પોતાનું રાજીનામું સોંપશે. આ પછી, ચાર્લ્સ સ્ટારમરને દેશમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. આ વખતે બ્રિટિશ સંસદમાં સૌથી વધુ મહિલા સાંસદો જોવા મળશે. મતગણતરી પૂર્ણ થાય તે પહેલા જ 242 મહિલા ઉમેદવારોનો વિજય થયો હતો. દેશમાં કુલ 650 સીટો છે. મતલબ કે અત્યાર સુધી મહિલાઓએ 37% સીટો જીતી છે. અગાઉ 2019ની ચૂંટણીમાં 220 મહિલા ઉમેદવારોએ જીત મેળવી હતી.
ચૂંટણીમાં લેબર પાર્ટીની જીત બાદ કીર સ્ટારરએ સમર્થકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું, “અમે કરી બતાવ્યું. તમે બધાએ આ માટે સખત મહેનત કરી. ઝુંબેશ ચલાવી, લડાઈ લડી. જનતાએ અમારા પક્ષમાં મતદાન કર્યું. આ પરિવર્તનની શરૂઆત છે.” પોતાની સીટ જીત્યા બાદ ઋષિ સુનકે રિચમંડ અને નોર્થલર્ટનના લોકોનો આભાર માન્યો હતો. ચૂંટણીમાં પાર્ટીની હાર સ્વીકારતા સુનકે કહ્યું, “લેબર પાર્ટીએ આ ચૂંટણી જીતી છે. મેં તેમને અભિનંદન આપવા સર કીર સ્ટારરને ફોન કર્યો હતો.”
બ્રિટન ના ડામાડોળ અર્થતંત્રને પાટે લાવવા ઋષિ સુનાકના પ્રયાસો સફળ રહ્યા હતા, છતાં conservative પાર્ટી ને કારમી હર મળી છે ત્યારે હવે લેબર પાર્ટીના આગામી વડાપ્રધાન બ્રિટનના સર્વાંગીણ વિકાસ માટે કેવા પગલા લેશે. વડાપ્રધાન મોદી અને ઋષિ નું ટ્યુનીંગ જોવા મળ્યું હતું. એક ભારતીય મૂળ ના હિંદુ વડાપ્રધાન તરીકે પણ ઋષિ સુનક ને જોવામાં આવતા હતા. બ્રિટનના મંદિરોમાં દર્શન કરતા પણ ઋષિ સુનાકને આપને જોયા છે. જો કે કન્ઝર્વેટીવ પાર્ટીએ પણ હિંદુ મતો કવર કરવા પ્રયાસ કર્યા હતા. ઈમિગ્રેશન સંબંધિત ભારતની તરફેણમાં આવે તેવા નિયમોમાં ફેરફારની શક્યતા ત્યાં વસતા ભારતીયો જોઈ રહ્યા છે. અંદાજે 19 લાખ ભારતીયો બ્રિટનમાં વસે છે જેમાં ૪૫ ટકા ગુજરાતીઓ અને ૪૫ ટકા પંજાબીઓ છે. બ્રિટનમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારી મુદે શું એક્શન લેશે તેના પર હવે વિશ્વની નજર રહેશે .