1. Home
  2. ગુજરાતી
  3. વિદેશી મતદાતાઓને પોસ્ટલ બેલેટ સુવિધા આપવાની તૈયારી – કાયદા મંત્રાલયને ચૂંટણીપંચ એ લખ્યો પત્ર
વિદેશી મતદાતાઓને પોસ્ટલ બેલેટ સુવિધા આપવાની તૈયારી – કાયદા મંત્રાલયને ચૂંટણીપંચ એ લખ્યો પત્ર

વિદેશી મતદાતાઓને પોસ્ટલ બેલેટ સુવિધા આપવાની તૈયારી – કાયદા મંત્રાલયને ચૂંટણીપંચ એ લખ્યો પત્ર

0
Social Share
  • વિદેશી મતદાતાઓ પોસ્ટલ બેલેટ સુવિધા આપવાની તૈયારી
  •  કાયદા મંત્રાલયને ચૂંટણીપંચ એ લખ્યો પત્ર

દિલ્હીઃ-ચૂંટણી પંચે સર્વિસ વોટરને મળનારી પોસ્ટ લેબલ સુવિધા વિદેશમાં વસતા યોગ્ય મતદારોને પણ આપવાની તૈયારી કરી લીધી છે. કાયદા મંત્રાલયના કાયદાકીય સચિવને 27 નવેમ્બરના રોજ એક પત્ર લખ્યો હતો, આ પત્રમાં કમિશને જણાવ્યું હતું કે, સેવા મતદારના મામલે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ થયેલ પોસ્ટલ બેલેટ સિસ્ટમની સફળતા પછી તેવી આશા છે કે વિદેશી મતદારોને પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય છે.

આવનારા વર્ષમાં એપ્રિલ અને જુન મહિનામાં આસામ. પશ્વિમ બંગાળ, કેરલ, તમિલનાડુ અને પુડ્ડપચેરીમાં યોજાનારા વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તે માટની ટૂંટણીમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ટેકલીકલ અને વટીવટીતંત્રે પુરી તૈયારીઓ કરી લીધી છે.

આ બાબતે ચૂંટણી આયોગે જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીય મતદારો પાસેથી પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે તેઓ ચૂંટણી સમયે તેમના મત ક્ષેત્રમાં હાજર હોતા નથી અને આ હેતુ માટે ભારત આવવાનું ખૂબ ખર્ચાળ અને ખુબ સમય લે છે. ત્યારે બીજી તરફ, રોજગાર, શિક્ષણ અને અન્ય પ્રતિબદ્ધતાઓને કારણે પણ મતદાતોઓ ભારતમાં ચૂંટણી માટે આવી શકતા નથી,

પંચના બિનસત્તાવાર આંકડા મુજબ, ફક્ત 10 થી 12 હજાર વિદેશી મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરે છે, કેમ કે મોટાભાગના મતદાન કરવા માટે ભારત આવવા માટે વધારાનો ખર્ચ કરવા માંગતા નથી અને સમય વેડફવા પણ માંગતા નથી. કારણ કે વિદેશમાં તેઓ કા કામ અર્થે રોકાયેલા વ્યસ્ત રહે છે, જે માટે ત્યા વસતા ભારતીય મતદાતાઓને જો આ સુવિધા મળી રહે તો તેઓ મતદાનનો ભાગ બની શકે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code