કેદારનાથ ધામમાં બરફ વર્ષાથી સમગ્ર વિસ્તાર સફેદ ચાદર પથરાઈ
દિલ્હીઃ ઉત્તરાખંડ સ્થિત ભગવાન શિવના 11માં જ્યોતિલિંગ બાબા કેદારનાથ ધામમાં ભારે બરફ પડ્યો હતો. જેથી સમગ્ર કેદારનાથ ધામમાં બરફની સફેદ ચાદર પથયાઈ ગઈ હતી. હિમવર્ષાના કારણે હવાઈ સેવાને પણ વ્યાપક અસર થઈ છે. તંત્ર દ્વારા બરફને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દેવસ્થાનમ બોર્ડના પ્રવક્તા ડો. હરીશ ગૌડએ જણાવ્યું હતું કે, રવિવાર સાંજથી કેદારનાથ ધામમાં સતત બરફ વરસાદ વરસી રહ્યો છે. જેથી સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથમાં હવાઈ સેવાને વ્યાપક અસર થઈ છે. હેલીપેડ અને રસ્તા ઉપરથી બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. જો કે, શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને તંત્ર પણ ચિંતામાં મુકાયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઋષિકેશ ચારધામ બસ ટર્મિનલ અને હરિદ્વાર બસ સ્ટેન્ડથી શ્રદ્ધાળુઓ સતત ચારધામની યાત્રાએ આવી રહ્યાં છે. શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યાનો સામનો ના કરવો વડે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાર ધામની યાત્રા કરવા જાય છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે છે.