
ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં રોજગારનો આંકડો 20.2 કરોડ સુધી પહોંચ્યો
ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માં રોજગારનો આંકડો 20.2 કરોડ સુધી પહોંચી ગયો છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME)ના એન્ટરપ્રાઇઝ રજિસ્ટ્રેશનના ડેટા પ્રમાણે MSME દ્વારા વાર્ષિક ધોરણે કરવામાં આવતી ભરતીમાં ચાલુ વર્ષે 66 ટકાનો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે આ આંકડો 12.1 કરોનો હતો. આ નિમણૂકોમાં મહિલાઓની સંખ્યા 4.54 કરોડ છે.
અત્યારે ઉદ્યોગમ પોર્ટલ પર 4.68 કરોડ MSME નોંધાયેલા છે. તેમાંથી 4.6 કરોડ સૂક્ષ્મ છે, જે મહત્તમ રોજગારીની તકો પેદા કરે છે. નાણાં પ્રધાને આ વર્ષની શરૂઆતમાં માસિક આર્થિક અહેવાલમાં ભાર મૂક્યો હતો કે ઉદ્યોગમ પોર્ટલ શરૂ થયા પછી MSME ક્ષેત્રમાં રોજગાર મેળવનારા લોકોની સંખ્યામાં 5.3 ગણો વધારો થયો છે. આ પોર્ટલ સરકાર દ્વારા જુલાઈ 2020 માં શરૂ કરવામાં આવ્યું હતું.
સરકારે આ પોર્ટલ પર MSMEની નોંધણી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી છે. દરેક કેટેગરીની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે, જેથી MSMEs સરળતાથી સરકારી યોજનાઓમાં આપવામાં આવતા લાભો મેળવી શકે.
જ્યાં પ્લાન્ટ અને મશીનરીની કિંમત રૂ. 1 કરોડથી વધુ ન હોય અને ટર્નઓવર રૂ. 5 કરોડ સુધી હોય તને સુક્ષ્મ ઉદ્યોગ તરીકે ગણવામાં આવે છે તે છે જ્યાં પ્લાન્ટ અને મશીનરીની કિંમત 10 કરોડ રૂપિયા સુધીની અને ટર્નઓવર 50 કરોડ રૂપિયાથી ઓછું હોય તેને લુધુ ઉદ્યોગ કહેવામાં આવે છે જ્યારે મશીનરીની કિંમત 50 કરોડ રૂપિયા સુધીની હોય અને ટર્નઓવર 250 કરોડ રૂપિયાથી વધુ ન હોય તેને મઘ્યમ ઉદ્યોગની શ્રેણીમાં મુકવામાં આવે છે