Homeગુજરાતીગુજરાતવડોદરામાં યોજાનારી VGRC મધ્ય ગુજરાતને આપશે નવી વૈશ્વિક ઓળખ

વડોદરામાં યોજાનારી VGRC મધ્ય ગુજરાતને આપશે નવી વૈશ્વિક ઓળખ

ગાંધીનગર, 22 મે 2026: VGRC to be held in Vadodara  વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા અને વારસાને આગળ વધારતાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની આગામી આવૃત્તિ જૂન 2026ના અંતિમ સપ્તાહમાં વડોદરા ખાતે યોજાશે, જેમાં મધ્ય ગુજરાત પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પ્રદેશમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને મહિસાગર સહિત કુલ 10 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જે ગુજરાતના કુલ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનના 28 ટકા જેટલું યોગદાન આપે છે.

મધ્ય ગુજરાત આજે ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રોનિક્સ સહિતના ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવે છે. ઉદ્યોગોના વાર્ષિક સર્વેક્ષણ 2022-23 મુજબ, રાજ્યના અન્ય પરિવહન સાધનોના ઉત્પાદનમાં આ પ્રદેશનો 93 ટકા ફાળો રહ્યો છે, જ્યારે ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ ક્ષેત્રમાં 92 ટકા હિસ્સો નોંધાયો છે. પીણાં, ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રિકલ સાધનોના ઉત્પાદનમાં પણ મધ્ય ગુજરાતનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે.

ગુજરાતના કુલ વિસ્તારનો લગભગ 62% હિસ્સો દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (DMIC)ના કાર્યક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવ્યો છે, જે રાજ્યને રોકાણકારો માટે એક આદર્શ સ્થળ બનાવે છે. મધ્ય ગુજરાતમાં આ કોરિડોરના વિકાસને ગતિ આપતા બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ વિવિધ તબક્કામાં આગળ વધી રહ્યા છે. જેમાં 5,560 એકર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) અને 2,849 એકર મંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR).

મધ્ય ગુજરાત પ્રદેશનો દરેક જિલ્લો પોતાની આગવી ઓળખ અને ઔદ્યોગિક શક્તિ ધરાવે છે. વડોદરાના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રનો હિસ્સો જિલ્લાના કુલ ઉત્પાદનમાં 61% રહ્યો છે. અમદાવાદ ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ (18%), ટેક્સટાઇલ (15%), બેઝિક મેટલ્સ (13%) અને ફાર્માસ્યુટિકલ્સ (9%)માં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગાંધીનગરનું મેન્યુફેક્ચરિંગ ફૂડ પ્રોસેસિંગ (18%), બેઝિક મેટલ્સ (17%) અને કેમિકલ્સ (14%) ઉદ્યોગ પર આધારિત છે.  રાજ્યની રાજધાની ગાંધીનગરમાં સ્થિત GIFT સિટી અને શૈક્ષણિક સંસ્થાઓના કારણે પ્રદેશમાં ઇલેક્ટ્રોનિક્સ અને ફિનટેક ક્ષેત્રનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular