1. Home
  2. ગુજરાતી
  3. “કબીર સિંહ” A સર્ટિફિકેટ મેળવનારી પ્રથમ ફિલ્મ જેણે 200 કરોડની કલ્બમાં કરી એન્ટ્રી
“કબીર સિંહ” A  સર્ટિફિકેટ મેળવનારી પ્રથમ ફિલ્મ જેણે  200 કરોડની કલ્બમાં કરી એન્ટ્રી

“કબીર સિંહ” A સર્ટિફિકેટ મેળવનારી પ્રથમ ફિલ્મ જેણે 200 કરોડની કલ્બમાં કરી એન્ટ્રી

0
Social Share

આજે યંગ સ્ટર્સના દિલમાં કબીર સિંહ મૂવીએ પોતાનું સ્થાન બનાવી લીધુ છે,આજે દરેક યુવાના દિલની ધડકન છે શાહિદ કપુર.લાસ્ટ 15 દિવસથી શાહિદની ફિલ્મ કબીર સિંહએ સિનેમાં ઘરોમાં પોતાનો અંદાજ છોડ્યો છે.કબીર સિંહના રોલે શાહિદને એક અલગ ઈમેજ આપી છે. શાહિદ કપુરે ફિલ્મ જગતમાં આમ તો ઘણી બધી ફિલ્મસ કરી છે પણ કબીર સિંહના પાત્રથી શાહિદની એક આગવી ઓળખ ઊભી થઈ છે. શાહિદ કપુર અને ક્યારા ઈરાનીની લવ સ્ટારીએ ઓડીયન્સના દિલ જીતી લીધા છે અને આટલા દિવસ વિત્યા હોવો છતા કબિર સિંહ ફિલ્મ હજુ પણ સિનેમાં ધૂમ મચાવે છે.

આ ફિલ્માં ઓવર ડ્રીંક કરતા કબીરના પાત્રને લોકોએ ખુબજ વખાણ્યું છે. ફિલ્મે પ્રથમ અઠવાડીયામાં જ 134.42 કરોડની કમાણી કરી હતી તો આજે આ આંકડો 200 કરોડને આંબી ચુક્યો છે. બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી કબીર સિંહ ફિલ્મે 200 કરોડના ક્લબમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે . ફિલ્મ ભારત ભરમાં 3123 સ્ક્રિન પર રિલિઝ કરવામાં આવી છે આમ જોવા જઈએ તો આ ફિલ્મ તેલુગુ બ્લોકબાસ્ટર ફિલ્મ એર્જુન રેડ્ડીની રિમેક છે .

 આ ફિલ્મની પુરી કહાનિ કબીરના પાત્રને આવરી લે છે પોતાની પ્રેમિકાથી દુર થઈને કબીરને જે નશાની લત લાગે છે અને તે બરબાદી તરફ આગળ વધે અને લાસ્ટમાં તે પોતાની જાતને સંભાળી લે છે આ ફિલ્મમાં શાહિદ કપુરની સાથે સાથે સોહમ મજુમદાર , સુરેશ એબોરોય ,અજુર્ન બાજવા અને કૃણાલ ઠાકરે અભિનય કર્યો છે આ ફિલ્મ આજે સુપર હિટ બની છે અને ફિલ્મના સોંગતો  લોકોની જુબાન પર આવતા અટકતા જ નથી. ખરેખર શાહિદ કપુરની એક્ટિગ તારીફે કાબીલ છે. સ્ટોરાની સાથે સાથે શાહિદે જે કબીરના પાત્રને ન્યાય આપ્યો છે જે એ દર્શકોના દિલમાં શાહિદનું સ્થાન બનાવી લીધું છે .  

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code