1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત-દુબઈ વચ્ચે શરૂ કરાયેલી ફલાઈટએ પ્રથમ દિવસે લેન્ડિંગ કરતા વોટર કેનનથી સ્વાગત કરાયું
સુરત-દુબઈ વચ્ચે શરૂ કરાયેલી ફલાઈટએ પ્રથમ દિવસે લેન્ડિંગ કરતા વોટર કેનનથી સ્વાગત કરાયું

સુરત-દુબઈ વચ્ચે શરૂ કરાયેલી ફલાઈટએ પ્રથમ દિવસે લેન્ડિંગ કરતા વોટર કેનનથી સ્વાગત કરાયું

0
Social Share

સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલ વિમાની મથકનો દરજ્જો મળ્યા બાદ દુબઈ-સુરત-દુબઈની ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ છે. સુરત-દુબઈ વચ્ચે પુરતો પ્રવાસી ટ્રાફિક મળી રહ્યો છે. સુરતથી દુબઈની 183 બેઠકો ફુલ થઈ ગઈ હતી. જ્યારે પ્રથમ ફ્લાઈટમાં દૂબઈથી 107 પ્રવાસી સુરત આવ્યા હતા, પ્રથમ ફ્લાઈટ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ આવી પહોંચતા વોટર કેનનથી સેલ્યુટ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સુરત એ રાજ્યનું આર્થિક પાટનગર ગણાય છે. વેપાર-ઉદ્યોગોથી ધમધમતું  સુરત શહેર હીરા ઉદ્યોગ અને ટેક્સટાઈલ્સ ઉદ્યોગને લીધે વિશ્વભરમાં જાણીતું છે. દૂબઈ સાથે પણ સુરતના વેપારીઓ સંકળાયેલા છે. અને તેના લીધે સારોએવો પ્રવાસી ટ્રાફિક મળી રહ્યો છે. સુરતથી યુનાઈટેડ આરબ એમિરેટ્સની ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ છે. કોઈપણ પ્રકારના પ્રચાર પ્રસાર કે એજન્ટો સાથે મિટિંગ વિના સીધી શરૂ થયેલી દુબઈ-સુરત-દુબઈ ફ્લાઈટને ફસ્ટ ડે ફર્સ્ટ ફ્લાઇટમાં સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યારે એર ઇન્ડીયા એક્સપ્રેસ શારજાહ સુરત અને દુબઈ-સુરતની બે ફ્લાઇટ ઓપરેટ કરી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ડિગો એરલાઇન્સ દુબઈ-સુરત-દુબઈની ફ્લાઇટ દુબઈ એરપોર્ટથી બુધવાર, શુક્રવાર અને રવિવારે નીકળશે. જ્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી સોમવાર, ગુરૂવાર અને શનિવારે રવાના થશે. દુબઈ એરપોર્ટથી આ ફ્લાઇટ 17:15 કલાકે ટેકઓફ થઈને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 21:30 કલાકે લેન્ડ થશે.  સુરતથી શનિવારે રાતે 00:35 કલાકે ટેકઓફ કરીને 2:25 કલાકે દુબઈ એરપોર્ટ પહોંચશે. સોમવારે રાતે 1:10 કલાકે ટેકઓફ કરીને 03:00 કલાકે દુબઈ એરપોર્ટ પહોંચશે. જ્યારે ગુરૂવારે 00:10 કલાકે ટેકઓફ કરીને 3:15 કલાકે દુબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરશે. યુએઈ સરકારે પ્રવાસનને વેગ આપવા માટે 5 વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિઝા લોન્ચ કર્યા છે. આ વિઝા પેસેન્જર અરજી કરે છે, ત્યારે એક વિક સુધીમાં મંજૂર થાય છે. આ વિઝા મંજૂર થયા પછી વિઝા મેળવનાર વ્યક્તિ ઇચ્છે તો દુબઈ સહિત યુએઇના શહેરમાં 90 દિવસ સુધી રોકાણ કરી શકે છે. એટલું જ નહીં આ વિઝા બીજા 90 દિવસ માટે લંબાવી પણ શકે છે, એટલે કે 180 દિવસ સુધી યુએઈમાં રહી પ્રવાસ કરી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code