1. Home
  2. ગુજરાતી
  3. ફ્રાંસના વિદેશમંત્રી આજથી ત્રણ દિવસના ભારતના પ્રવાસે – મંત્રી એસ જયશંકર સાથે કરશે ખાસ વાતચીત
ફ્રાંસના વિદેશમંત્રી આજથી ત્રણ દિવસના ભારતના પ્રવાસે – મંત્રી એસ જયશંકર સાથે કરશે ખાસ વાતચીત

ફ્રાંસના વિદેશમંત્રી આજથી ત્રણ દિવસના ભારતના પ્રવાસે – મંત્રી એસ જયશંકર સાથે કરશે ખાસ વાતચીત

0
Social Share
  • ફ્રાંસના વિદેશમંત્રી આજે ભઆરત આવશે
  • ત્રણ દિવસની ભઆરતની કરશે મુલાકાત
  • વિદેશમંત્રી એસ જયંશકર સાથે ખાસ વાતચીત

દિલ્હીઃ ભારતની મુલાકાતે વિદેશી નેતાઓ અવાર નવાર આવતા હોય છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના ભારતના સંબંધો સારા બન્યા છે જે શ્રેણીમાં ભારતની મુલાકાતે અનેક નેતાઓ આવે છે ત્યારે આજરોજ મંગળવારથી ફ્રાંસના વિદેશમંત્રી કેથરીન કૌલૌની આજથી ભારતા ત્રણ દિવસીય પ્રવાસે આવનાર છે.

વિદેશમંત્રી કોલોનાની આ મુલાકાત વેપાર, સંરક્ષણ, આબોહવા, સ્થળાંતર અને ગતિશીલતા, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો માર્ગ મોકળો કરશે.

ફ્રાન્સના યુરોપ અને વિદેશ બાબતોના મંત્રી  કેથરીન કોલોના બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે 13-15 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે, જાણકારી પ્રમાણે, “ફ્રાંસના વિદેશમંત્રી  બુધવારે પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વાતચીત કરશે.”

આ સાથે જ ત્રીજા દિવસને ગુરુવારના રોજ તેઓ ઉદ્યોગના અગ્રણીઓ સીથે કોલોના મુંબઈમાં ઉદ્યોગ જગતની હસ્તીઓને મળશે.ભારત અને ફ્રાન્સની વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી છે, જે નિયમિત ઉચ્ચ સ્તરીય પરામર્શ અને વિવિધ ક્ષેત્રોમાં વધતા સંપર્કો દ્વારા મજબૂત બની છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code