
આ તે કેવી મિત્રતા – જાનમાં ન લઈ જતા મિત્ર એ વરરાજા બનેલા મિત્ર પર કર્યો 50 લાખ રુપિયાનો માનહાનિનો કેસ
- મિત્રએ જામના ન લઈજતા મિત્ર રિસાયો
- 50 લાખ રુપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
દોસ્તીની હંમેષા મિસાલ અપાતી હોય છે, મિત્રથી વિશેષ કંઈ હોતું નથી, પણ જો મિત્ર આપણા સાથે દગો કરે ત્યારે કેવું થાય તેવું એક ઉદાહરણ તાજુ જ સામે આવ્યું છે,કે જ્યારે એક મિત્રએ પોતાના ખાસ મિત્રને જાનમાં આમંત્રણ ન આપ્યું અને મિત્ર રિસાયો છેવટે 50 લાખ રુપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો.
એક યુવકે તેના વરાજા મિત્રને 50 લાખ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે, જેમાં આમંત્રણ હોવા છતાં તેને જાનમાં ન લઈ જવા બદલ માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. હરિદ્વારના વકીલ અરુણ ભદૌરિયાએ જણાવ્યું કે હરિદ્વારના બહાદુરાબાદના રહેવાસી રવિ નામના યુવકે તેના મિત્ર ચંદ્રશેખરને અન્ય લોકો સાથે લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું અને તેને સરઘસમાં પણ આવવા કહ્યું હતું.
પરંતુ વરરાજા રવિ કથિત રીતે તેના મિત્રને છોડીને સમય પહેલા જાન લઈ ગયો અને જ્યારે ચંદ્રશેખર જાનમાં જવા માટે સમયસર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ત્યાં કોઈ નથી. તેણે આવી ને જોયું તે જાન પહેલેથી જ નીકળી ગઈ છે.
વકીલે કહ્યું કે ચંદ્રશેખર આ બાબતને પોતાનું અપમાન સમજી ગયો અને તે એટલો માનસિક તણાવમાં આવી ગયો કે તેણે આત્મહત્યા કરવાનું વિચારવાનું શરૂ કર્યું અને વરરાજા પર માનસિક ત્રાસનો આરોપ લગાવીને 50 લાખ રૂપિયાની માનહાનિની કાનૂની નોટિસ મોકલી.
ચંદ્રશેખરના વકીલના કહેવા પ્રમાણે, જ્યારે ચંદ્રશેખરે તેના મિત્ર રવિને ફોન કર્યો તો તેણે કહ્યું કે તે જાન સાથે નીકળી ગયો છે અને તમારે લોકોએ હવે જાનમાં આવવાની જરૂર નથી. તમે લોકો તમારા ઘરે જાવ.વકીલ ભદૌરિયાનું કહેવું છે કે ચંદ્રશેખર ઘણા માનસિક તણાવમાં હતા અને તેઓ આ અપમાન સહન કરી શક્યા ન હતા. તેણે કહ્યું કે આ અપમાન માટે ન્યાય અપાવવાનું આશ્વાસન આપીને તેણે ચંદ્રશેખરને આત્મહત્યા કરતા રોક્યા