
આત્મ નિર્ભર ભારત તરફ સરકારનું વધુ એક પગલુ – 27 હજાર કરોડના મિસાઈલ જહાજો અને શસ્ત્રો ખરીદવાસ્વદેશી કંપનીઓ સાથે થયો કરાર
- આત્મ નિર્ભર ભારત તરફ સરકાર એક દકમ આગળ
- 27 હજાર કરોડના મિસાઈલ જહાજો અને શસ્ત્રો ખરીદશે સરકાર
- આ માટે સ્ખવદેશી કંપની સાથે કર્યો કરાર
દિલ્હીઃ- દેશની સરકાર સતત આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા સ્વદેશી કંપનીઓ સાથે કરાક કરી રહી છે આજ શ્રેણીમાં હવે દેશની સેનાને અનેક સુવિધાઓથી વધુ સજ્જ બનાવવા સરકારે વિદેશી કંપનીઓ સાથે સોદો કર્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આત્મનિર્ભર ભારત અભિયાન પ્રોત્સાહન આપવા રક્ષા મંત્રાલયે લગભગ 27 હજાર કરોડ રૂપિયાના હથિયારો, દરિયાઈ જહાજો, મિસાઈલ સિસ્ટમ અને અન્ય સાધનોની ખરીદી માટે ભારતની એટલે કે સ્વદેશી કંપની સાથે કરાર કર્યા છે.
રક્ષા મંત્રાલયે ગુરુવારે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડને અદ્યતન મોબાઈલ લોન્ચર્સ અને મિસાઈલો માટે રૂ. 1,700 કરોડનો ખરીદીનો ઓર્ડર પણ આપ્યો હતો. કંપનીએ 2027 સુધીમાં આ ઓર્ડર પૂરો કરવાનો રહેશે. આ સહિત, બે દિવસમાં દળો માટે 40 હજાર કરોડ રૂપિયાથી વધુની ખરીદીના પરચેઝ ઓર્ડર આપવામાં આવ્યા છે.
ગોવા શિપયાર્ડ લિમિટેડ અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, કોલકાતા સાથે 11 પેટ્રોલ જહાજોના નિર્માણ માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 11માંથી સાત જહાજો ગોવાની કંપની દ્વારા બનાવવામાં આવશે, જ્યારે ચાર કોલકાતા સ્થિત કંપની દ્વારા બનાવવામાં આવશે. આ જહાજોની કુલ કિંમત 9,781 કરોડ રૂપિયા હશે.
નેવીને સપ્ટેમ્બર 2026 થી આ જહાજો મળવાનું શરૂ થશે, જ્યારે છ મિસાઈલ યુદ્ધ જહાજો કોચી શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. આ યુદ્ધ જહાજો બનાવવાની ડીલ 9,805 કરોડ રૂપિયાની છે અને તે માર્ચ 2027 થી નેવીને સોંપવામાં આવશે.
નેવી માટે 11 નેક્સ્ટ જનરેશન પેટ્રોલ વેસલ્સ અને છ મિસાઈલ કોર્વેટ્સની ખરીદી માટે રૂ. 19,600 કરોડનો સૌથી વધુ સંરક્ષણ સોદો કરવામાં આવ્યો છે. તે જ સમયે, સેના પાસે ભારત ડાયનેમિક્સ લિ. (BDL) 6,000 કરોડની કિંમતની આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની બે રેજિમેન્ટની ખરીદી માટે. આ ઉપરાંત, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. (BEL) એ 13 Linux-U2 ફાયર કંટ્રોલ સિસ્ટમ માટે રૂ. 1,700 કરોડનો સોદો કર્યો છે.