
ગાંધીનગરઃ રાજ્યમાં નિરામય ગુજરાત પ્રોજેકટ અંતર્ગત 30 વર્ષથી વધુ વય ધરાવતા લોકોનો સર્વે કરીને તેમના આરોગ્ય અંગે હેલ્થ કાર્ડ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટેની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગ દ્રારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. નિરામય ગુજરાત પ્રોજેકટ અંતર્ગત ૩૦ વર્ષથી વધુ વય ધરાવતા લોકોનો સર્વે કરીને તેમના આરોગ્ય અંગે હેલ્થ કાર્ડ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી લોકોને ઝડપથી અને સમયસર સારવાર ઉપલબ્ધ બની શકે, બિનચેપી રોગોને હેલ્થ કાર્ડ માં સમાવેશ કરવામાં આવશે. અત્રે નોંધવું જરી છે કે નિરામય પ્રોજેકટનુ દીપાવલી પર્વ પૂર્વ લોન્ચિંગ થનાર હતું પરંતુ છેલ્લી ઘડીએ આ લોન્ચિંગ રદ કરવામાં આવ્યું હતું .
રાજ્યના 30વર્ષથી વધુ વયના 3 કરોડથી વધુ એટલે કે 40 ટકા નાગરિકોને નિરામય હેલ્થ કાર્ડ અપાશે ડાયાબિટીસ, કિડનીના રોગ, હૃદયના રોગ, બ્લડ પ્રેશર, કેન્સર જેવા બિન-ચેપી રોગોનું થશે નિ:શુલ્ક નિદાન કરી શકાશે. આ યોજના અંતર્ગત 12 નવેમ્બરથી દર શુક્રવારે ‘નિરામય દિવસ’ થકી રાજ્ય સરકાર CHC, PHC, સરકારી હોસ્પિટલોમાં હેલ્થ ચેકઅપ – સ્ક્રીનીંગ કરશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલ જણાવ્યા મુજબ 15મી જાન્યુઆરી સુધીમાં દોઢ કરોડ લોકોનું સ્ક્રીનીંગ કરશે રાજ્ય સરકાર.
ફકત નિદાન જ નહિ પરંતુ લોકો પાસે કાર્ડમાં ફોર્મ ભરાશે જેમાં તેમની જીવન શૈલી, ખાનપાન કરવાની રીત, ફેમિલી હિસ્ટ્રી જેવી માહિતીનો ઉલ્લેખ કરાશે, જેથી તેમની હિસ્ટ્રી મેન્ટન થાય અને આગળ સારવાર માટે ઉપયોગી રહે. નિદાન બાદ સારવાર માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની અનેક યોજનાઓ હેઠળ સરકારી અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ શકાશે. આ યોજના સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવતીકાલથી મંત્રીઓ – નેતાઓની હાજરીમાં શરૂ થશે. નિરામય ગુજરાત પ્રોજેકટ અંતર્ગત 30 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને સર્વે કરીને તેમના આરોગ્ય અંગે હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણાથી આ નિરામય ગુજરાત યોજનાનો શુભારભં કરાવશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે ૧૧–૩૦ કલાકે પાલનપુરથી જોડાશે. આ ઉપરાંત આ યોજનાના લોન્ચિંગ માટે રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, એમએલએ એમપી, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે.