1. Home
  2. ગુજરાતી
  3. OMG! હવે માત્ર દોઢ કલાકમાં દિલ્હીથી લંડન પહોંચી જશો, જાણો આ ટેક્નોલોજી વિશે
OMG! હવે માત્ર દોઢ કલાકમાં દિલ્હીથી લંડન પહોંચી જશો, જાણો આ ટેક્નોલોજી વિશે

OMG! હવે માત્ર દોઢ કલાકમાં દિલ્હીથી લંડન પહોંચી જશો, જાણો આ ટેક્નોલોજી વિશે

0
Social Share

નવી દિલ્હી: આજના ઝડપી યુગમાં હવે ટેક્નોલોજી જે રીતે હરણફાળ ભરી રહી છે તે જ રીતે વિશ્વ હવે હાઇપરસોનિક એરિયલ વાહનો તરફ આગેકૂચ કરી રહ્યું છે. હવે અમેરિકાની એક કંપનીએ હાઇપરસોનિક વિમાનનું પ્રોટોટાઇન લૉન્ચ કર્યું છે.

એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સ્ટાર્ટઅપ હર્મિયસે આ બનાવ્યું છે. આ હાઇપરસોનિક એરક્રાફ્ટને ક્વાર્ટરહોર્સ નામ આપવામાં આવ્યું છે. કંપનીએ હમણાં જ એક પ્રોટોટાઇપ એરક્રાફ્ટ બનાવ્યું છે, જેમાં તેના માણસને મુસાફરી કરવાની મંજૂરી નથી.

મંગળવારે કંપનીએ પ્રોટોટાઇપ હાઇપરસોનિક એરક્રાફ્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી કે તેને આ પ્રોજેક્ટ માટે યુએસ એરફોર્સ પાસેથી રૂ. 450 કરોડની રકમ મળી છે.જ્યારે કંપનીને ઓગસ્ટમાં આ ભંડોળ મળ્યું ત્યારે તેણે કહ્યું હતું કે,આ વિમાન આગામી 18 મહિનામાં ઉડવાનું શરૂ કરશે.આ હાઇપરસોનિક એરક્રાફ્ટમાં અમેરિકાની રુચિ ઘણી સારી છે. અમેરિકાની વાયુસેના ભવિષ્યમાં એક્ઝિક્યુટિવ ક્લાસ માટે આવા એરક્રાફ્ટની શક્યતા પર આગ્રહ કરી રહી છે. જેથી કરીને ખૂબ જ ઓછા સમયમાં મહત્વપૂર્ણ લોકો દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે મુસાફરી કરી શકે.

તેના નિર્માણને લઇને કંપનીના સીઇઓએ કહ્યું કે, તેઓએ માત્ર ચાર મહિનાની અંદર એરક્રાફ્ટની ડિઝાઇન, મેન્યુફેક્ચર અને ઇન્ટિગ્રેટ કર્યું છે.

આવી સ્થિતિમાં ક્વાર્ટરહોર્સ હાઇપરસોનિક એરક્રાફ્ટમાં TBCC એન્જિન લગાવવામાં આવ્યું છે. આનાથી એરક્રાફ્ટ સામાન્ય રનવે પર સરળતાથી લેન્ડ થઈ શકે છે. એટલે કે, વિમાનને ટીબીસીસી એન્જિનથી ટેકઓફ અને લેન્ડ કરવામાં આવશે, જ્યારે હવામાં એરક્રાફ્ટ પહોંચ્યા પછી, તેમાં સ્થાપિત રેમજેટ્સ અથવા સ્ક્રેમજેટ્સ એન્જિન શરૂ કરવામાં આવશે, જેથી વિમાન હાઇપરસોનિક ગતિ પ્રાપ્ત કરી શકે. આ કારણે એરક્રાફ્ટને ટેકઓફ કરવા અથવા ટેકઓફ કરવા માટે અલગ રનવેની જરૂર રહેશે નહીં. તે વિશ્વભરના હાલના એરપોર્ટ પર સરળતાથી ઉતરાણ કરી શકશે.

મહત્વનું છે કે, કંપનીએ દાવો કર્યો છે કે ક્વાર્ટરહોર્સ હાઇપરસોનિક સ્પીડ હાંસલ કરવામાં સક્ષમ હશે. હાયપસોનિક સ્પીડ એટલે એવી ઝડપ જે ધ્વનિની ઝડપ કરતાં પાંચ ગણી છે. તેને મેક 5 કહેવામાં આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે આ એરક્રાફ્ટ 3000 માઈલ એટલે કે લગભગ 4828 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. એટલે કે દિલ્હીથી લંડનનું અંતર લગભગ દોઢ કલાકમાં પૂરું કરી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code