
ભારતીય સેના એ નેપાળ આર્મીને એક લાખ કોરોના વેક્સિનનાં ડોઝ મોકલ્યા
- ભારતીય સેનાનું સરહાનીય કાર્ય
- નેપાળની સેનાને એક લાખ વેક્સિનના ડોઝ મોકલ્યા
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે ત્યારે ભારત દેશ વેક્સિનને
લઈને અગ્રતા ધરાવે છે,અત્યાર સુધી અનેક લોકો વેક્સિન લઈ ચૂક્યા છે તો સાથે જ ભારત દ્વારા બીજા દેશોને પણ વેક્સિન પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વીતેલા દિવસે રવિવારના રોજ ભારતીય સેનાએ નેપાળની સેનાને ભારતમાં ઉત્પાદિત એન્ટી કોવિડ -19 રસીના એક લાખ ડોઝ ભેટમાં આપ્યા હતા.
એર ઇન્ડિયાનું વિમાન વેક્સિન એને અહી આવી પહોંચ્યું હતું અને ભારતીય સેનાના અધિકારીઓ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તેમના નેપાળી સેનાના પોતાના સમકક્ષોને વેક્સિન ડોઝનો જથ્થો સોંપ્યો હતો.
કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ભારતમાં બનેલી કોવિડ -19 રસીના એક લાખ ડોઝ નેપાળ આર્મીને ભેટ તરીકે આપ્યા છે અને તે દળ માટે મદદરૂપ થશે. આ પહેલા પણ જાન્યુઆરી મહીંનામાં ભારતે નેપાળને રસીના દસ લાખ ડોઝ પ્રદાન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારત વેક્સિન બાબતે અત્યાર સુધી અનેક દેશોની મદદ કરી ચૂક્યું છે.
સાહિન-