
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ કોવિડ-19 વેક્સિનને લઈને કહી મોટી વાત, ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ
- ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગ
- ડાયાબિટીસના દર્દીઓને જલ્દી મળે વેક્સિન
- જરૂર પડે તો ત્રીજો ડોઝ પણ મળે
દિલ્હી :કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે અને કોરોના મહામારીને માત આપવા માટે કેન્દ્ર સરકાર તથા તમામ રાજ્યોની સરકારે મહત્વની ભૂમિકા ભજવી છે, સાથે એ પ્રમાણનું કામ પણ કર્યું છે. આવામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા અલગ પ્રકારની માંગ કરવામાં આવી છે. આઈએમએ દ્વારા કહેવામાં આવ્યું કે,ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂર પડે તો રસીનો ત્રીજા ડોઝ પણ આપવો જોઈએ.
આઈએમએ (IMA)એ આજે વોકથોન, મેરેથોન, સ્ક્રીનીંગ કેમ્પ અને સોશિયલ મીડિયા ઝુંબેશ સાથે ડાયાબિટીસની જટીલતાઓને વહેલી તકે શોધવા અને ઘટાડવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે.
વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ ઝુંબેશ 10 દિવસ સુધી ચાલશે અને તેનું લક્ષ્ય એક અબજ લોકો સુધી પહોંચવાનું છે, એમ સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ઝુંબેશના ભાગરૂપે IMAએ ભારતીય તબીબી સંગઠનો, રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઑફ ડાયાબિટીસ ઈન ઈન્ડિયા (RSSDI), એન્ડોક્રાઈન સોસાયટી અને અન્ય ઘણી વિશિષ્ટ સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો લોકોને ડાયાબિટીસ અને તેની જટીલતાઓ વિશે જાગૃત કરવા સપ્તાહ દરમિયાન વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવશે. 2021ની સમીક્ષા અનુસાર ભારતમાં શહેરો અને મેટ્રોપોલિટન વિસ્તારોમાં રહેતા લોકોને ડાયાબિટીસ થવાની સંભાવના પહેલા કરતા વધુ છે. આ બેડોળપણું, તણાવ, જંક ફૂડ, ધૂમ્રપાન અને દારૂનું સેવન વાળી શહેરી જીવનશૈલીને કારણે છે.