
અમદાવાદ : શહેરમાં નવો બનાવેલો હાટકેશ્વર બ્રિજ ચાર વર્ષમાં જર્જરિત બની જતાં વિવાદ સર્જાયો હતો. અને ત્યાર બાદ મ્યુનિ.કોર્પોરેશને શહેરના તમામ 82 બ્રિજની ગુણવત્તા અને મજબુતાઈ તપાસવાનો નિર્ણય લીધો હતો. અને તેના માટે સ્ટ્રક્ચર નિષ્ણાતોની પેનલ બનાવાઈ હતી. જેમાં નિષ્ણાતોએ 82 પૈકીના 55 બ્રિજનો રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોોરેશન સમક્ષ સબમિટ કર્યો છે. આ 55 માંથી એકમાત્ર કેડિલા બ્રિજ (જૂનો) એવો છે જે અત્યંત નબળો છે અને તાત્કાલિક રિપેર કરવો પડે તેવી સ્થિતિ છે. જ્યારે 9 બ્રિજની સ્થિતિ ઠીક ઠીક છે. જેમાં વત્તે ઓછે અંશે રિપેરિંગ કરવું પડે તેવું છે. જ્યારે 45 બ્રિજ અત્યંત સારા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. 132 ફૂટ રિંગ રોડ પર આવેલા હેલમેટ બ્રિજને સપોર્ટ કરતાં ઊભા સ્ટ્રક્ચરની ધારને થયેલું નુકસાન રિપેર કરવા ભલામણ કરાઈ છે. મણિનગરમાં આવેલા નાથાલાલ ઝઘડા બ્રિજ અને શાહીબાગ અંડરપાસ પણ રિપેર કરવા પડે તેવી સ્થિતિ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા તમામ ફ્લાયઓવર, અંડરપાસ સહિત કેનાલના ક્લવટ મળી કુલ 82 બ્રિજના ઈન્સ્પેક્શન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રક્ચર નિષ્ણાતોની પેનલ બનાવાઈ હતી. જેમાં નિષ્ણાતોએ 82 પૈકીના 55 બ્રિજનો રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોોરેશન સમક્ષ સબમિટ કર્યો છે. આ 55 માંથી એકમાત્ર કેડિલા બ્રિજ (જૂનો) એવો છે જે અત્યંત નબળો છે અને તાત્કાલિક રિપેર કરવો પડે તેવી સ્થિતિ છે. જ્યારે 9 બ્રિજની સ્થિતિ ઠીક ઠીક છે. જેમાં વત્તે ઓછે અંશે રિપેરિંગ કરવું પડે તેવું છે. જ્યારે 45 બ્રિજ અત્યંત સારા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. 132 ફૂટ રિંગ રોડ પર આવેલા હેલમેટ બ્રિજને સપોર્ટ કરતાં ઊભા સ્ટ્રક્ચરની ધારને થયેલું નુકસાન રિપેર કરવા ભલામણ કરાઈ છે. મણિનગરમાં આવેલા નાથાલાલ ઝઘડા બ્રિજ અને શાહીબાગ અંડરપાસ પણ રિપેર કરવા પડે તેવી સ્થિતિ છે. ઉપરાંત ક્રેશ બેરિયરને સમાંતર ઉગેલા ઝાડ-પાન સાફ કરી વરસાદી પાણીના નિકાલની ભલામણ કરવામાં આવી છે. તેમજ અકસ્માત ટાળવા પાયર કેપની બહારની લાઈન પર રોડને અલગ પાડતા કર્બિંગની જરૂર તથા બેરિંગ ચોખ્ખી કરવાની, આજુબાજુની વધારાની કોંક્રિટ દૂર કરવાની જરૂર, પ્લેટ અને બોલ્ટ પરના બોલ્ટ પરથી કાટ દૂર કરી બેરિંગને ગ્રીસ-ઓઈલ લગાડી તમામ બેરિંગ પર રંગ કામની ભલામણ કરવામાં આવી છે.
સૂત્રોના કહેવા મુજબ રિપોર્ટમાં જણાવાયું છે.કે, શહેરના ઈન્કમટેક્સ ફ્લાયઓવર ગુડ બ્રિજ એકંદરે સારી સ્થિતિમાં છે. તેમજ અખબારનગર અંડરબ્રિજ પણ એકંદરે સારી સ્થિતિમાં છે. જ્યારે અંજલિ ફ્લાયઓવર બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં ગર્ડરની ઉપર, બ્રિજની નીચેના ભાગે તેમજ કેટલાક સ્પાનમાં લેચિંગ જોવા મળે છે.
વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપો ચોખ્ખી કરવાની ભલામણ કરવામાં આવી છે.
આ ઉપરાંત શિવરંજની ફ્લાયઓવર બ્રિજ સારી સ્થિતિમાં છે. જ્યારે હેલમેટ ફ્લાયઓવર ફેર, બ્રિજને સપોર્ટ કરતાં ઊભા સ્ટ્રક્ચરની ધારોને થયેલું નુકસાન રિપેર કરવું જરૂરી છે. આમ તમામ બ્રિજનો ઈન્સ્પેક્શન રિપોર્ટ સુપરત કરીને જ્યાં જરૂર હોય ત્યાં ભલામણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, હાલ 82 પૈકીના 55 બ્રિજનો પ્રથમ તબક્કાનો રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો છે. જે બાદ બાકીના બ્રિજના ઇન્સપેક્શનનો રિપોર્ટ પણ સબમીટ કરવામાં આવશે. આ ઉપરાંત વર્ષમાં ચોમાસા પહેલા અને ચોમાસા પછી એમ બે વાર તમામ બ્રિજનુ ઇન્સપેક્શન કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.