
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 2જી સપ્ટેમ્બરથી એક સપ્તાહ દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર યોજાશે
અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા.2થી 10 સપ્ટેમ્બર દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર-2023’ યોજાશે. ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ઉદ્ઘાટન પરેડ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, રેઈન મેરેથોન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. એક ખાનગી ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી એજન્સી દ્વારા પણ સાંસકૃતિક કાર્યક્રમ અને વિવિધ રમતો, યોગા સાહતી એડવેન્ચર એક્ટિવિટિસ કરાવવામાં આવશે ફૂડ કોર્ટ માં વિવિધ વાનગીઓ પણ મુકવામાં આવશે. જેમાં ભાગ લેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત ટુરીઝમ દ્વારા પ્રવાસીઓને એકતાનગરના આંગણે પધારવા આહવાન કરવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 2 થી 10 સપ્ટેમ્બર દરમિયાન નર્મદા ડેમ વ્યૂહ પોઇન્ટ 1 ખાતે મોન્સૂન ફેસ્ટીવલ “મેઘ મલ્હાર – 23”નું પ્રથમવાર આયોજન SOU ઓથોરિટી અને ગુજરાત ટુરીઝમના સંયુકત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ડોમ બની રહ્યો છે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ દરમિયાન અનેક કાર્યક્ર્મ યોજાશે જેમાં ભાગ લેવા વધુમાં વધુ પ્રવાસીઓ આવે એવું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. એક ખાનગી ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી એજન્સી દ્વારા પણ સાંસકૃતિક કાર્યક્રમ અને વિવિધ રમતો, યોગા સાહતી એડવેન્ચર એક્ટિવિટિસ કરાવવામાં આવશે ફૂડ કોર્ટ માં વિવિધ વાનગીઓ પણ મુકવામાં આવશે.
‘મેઘ મલ્હાર’નું ઉદઘાટન ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરાશે, આ રંગારંગ કાર્યક્રમમાં ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી ભિખુસિંહ પરમાર, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત નર્મદા પ્રમુખ પર્યુષાબેન વસાવા ખાસ ઉપસ્થિત રહેશે.
ઉદઘાટન સત્રના પહેલા રંગારંગ ઉદઘાટન પરેડ પણ યોજાશે તેમાં ઉપસ્થિત મહાનુભાવો અને પ્રવાસીઓ પણ જોડાશે. તા.2થી 10 સપ્ટેમ્બર 2023 દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો, રેઈન રન મેરેથોન, તથા શુક્ર, શની અને રવિવાર અને જાહેર રજાઓના દિવસોમાં સવિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.
આ સિવાય પ્રતિદિન સ્થાનિક કલાકારો દ્વારા અનેક કાર્યક્રમોની પ્રસ્તુતિની ઝાંખી કરવામાં આવશે.. આ સિવાય, ક્રાફટ અને ફૂડ સ્ટોલ, મોન્સૂન થીમ પર સુશોભન અને યુવાનોને આકર્ષતી અનેક પ્રકારની એડવેન્ચર એકટીવીટી, વિવિધ સ્પર્ધાઓ તથા પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવશે. આ અંગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.