1. Home
  2. ગુજરાતી
  3. મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘કેજીએફ-2’ ની રિલીઝ ડેટ આવી સામે- જાણો ક્યારે થશે રિલીઝ
મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘કેજીએફ-2’ ની રિલીઝ ડેટ આવી સામે- જાણો ક્યારે થશે રિલીઝ

મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘કેજીએફ-2’ ની રિલીઝ ડેટ આવી સામે- જાણો ક્યારે થશે રિલીઝ

0
Social Share
  • કેજીએફ 2 ફઇલ્મ વર્ષ 2022મા દર્શકોને જોવા મળશે
  • એપ્રિલની 22 તારીખે થશે રિલીઝ

મુંબઈઃ દેશભરમાં કોરોના મહામારીની અસર એનેક ઈન્ડસ્ટ્રીઝ પર જોવા મળે છે, ત્યારે મનોરંજન જગત પર પણ કોરોનાની માઠી અસર જોવા મળી રહી હતી, આ સ્થિતિ વચ્ચે મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘કેજીએફ- ર ‘ ની રિલીઝ ડેટ પણ આગળ લંબાવવામાં આવી છે.દર્શકો આ ફિલ્મની ઘણી આતુરતાથઈ રાહ જોઈ રહ્યા છએ, ત્યારે હવે આ ફિલ્મના ચાહકોના ઈંતઝારનો અંત આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે કેજીએફ 2 ફિલ્મ ની રિલીઝ ડેટ  સામે આવી ચૂકી છે. કન્નડ સુપરસ્ટાર યશે ખુદ આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મ ‘કેજીએફ 2 ‘ ની રિલીઝ ડેટ 14 એપ્રિલ 2022 ની જાહેર કારઈ છે,આ દિવસના  રોજ આ ફિલ્મ  થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.

યશે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. આ સાથે, તેણે ચાહકો સાથે ફિલ્મનું નવું પોસ્ટર અને રિલીઝ ડેટ શેર કરી છે. યશે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આજની ​​અનિશ્ચિતતાઓ માત્ર અમારા રિઝોલ્યુશનમાં વિલંબ કરશે, પરંતુ વાયદા પ્રમાણે થશે. અમે 14 એપ્રિલ 2022 ના રોજ થિયેટરોમાં આવીશું. ‘યશની આ પોસ્ટ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગઈ છે.

આ પોસ્ટરમાં ફિલ્મની સમદગર સ્ટારકાસ્ટ નજરે પડી રહી છે,આ પોસ્ટને શેર કરતા સંજય દત્તે ખાસ કેપ્શન લખીને ફિલ્મની રિલીઝ ડેટ જણાવી છે.તેમણે કેપ્શનમાં લખ્યું, ‘આજની ​​અનિશ્ચિતતાઓ માત્ર અમારા સંકલ્પમાં વિલંબ કરશે, પરંતુ વચન પ્રમાણે થશે. અમે 14 મી એપ્રિલ 2022 ના રોજ થિયેટરોમાં આવીશું.

‘કેજીએફ ચેપ્ટર 1’ જોયા પછી દર્શકો ‘કેજીએફ ચેપ્ટર 2’ માટે ખૂબ જ ઉત્સાહિત અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રથમ ચેપ્ટરમાં પુરી થયેલી કહાનિ ફરી ક્યારે બતાવવામાં આવશે તેની ઘણી રાહ જોવાઈ રહી છે ત્યારે  પ્ફિલ્મ ‘કેજીએફ 2’ ના નિર્માતાઓએ યશ અને સંજય દત્ત વચ્ચે એક્શન સિક્વન્સ શૂટ કરવા માટે હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં એક મોટો સેટ બનાવ્યો છે. આ દ્રશ્યો ફિલ્મના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંના એક હશે. આ માટે, બંને કલાકારોએ ઘણું રિહર્સલ પણ કર્યું છે.

વિતેલા દિવસોમાં આ ફિલ્મ વિશે એક મોટા સમાચાર આવ્યા હતા. તેની તમામ દક્ષિણ ભાષાઓ કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ માટે વર્લ્ડ વાઈડ સેટેલાઈટ અધિકાર ઝી ગ્રુપ દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે. ફિલ્મના મુખ્ય અભિનેતા યશે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code