
- સાઇથ આફ્રિકામાં 21 વિદ્યાર્થીઓના મોતની ઘટના
- રહસ્યમય મોતની તપાસ શરુ
- આ કિશોરો ક્લબમાં પાર્ટી કરવા આવ્યા હતા
દિલ્હીઃ- દક્ષિણ આફ્રિકાના ટેવર્ન શહેરમાંથીસ ચોંકવનારો કિસ્સો બહાર આવ્યો છે, અહી કુલ 21 કિશોરો રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા જોવા મળ્યા. આ કિશોરોમાં સૌથી નાની 13 વર્ષની કિશોરીનો પમ સમાવેશ થાય છે
આ ઘટનાને મામલે ણાવવામાં આવી રહ્યું છે કે આ યુવકો ક્લબમાં નાઈટ આઉટ કરવા ગયા હતા. પ્રાંતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ શનિવારે રાત્રે તેમની હાઇ-સ્કૂલ પરીક્ષા પુરી થતા ઉજવણી કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
પોલીસ રવિવારે વહેલી સવારે પૂર્વ આફ્રિકાના દરિયાકાંઠાના શહેરની એક નાઇટક્લબમાં ઓછામાં ઓછા 21 લોકોના મૃત્યુની તપાસ કરી રહી હતી અને સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે મોટાભાગના પીડિતો 13 વર્ષની વયના સગીર હતા.
તે અસ્પષ્ટ છે કે યુવાન લોકોના મૃત્યુનું કારણ શું છે, શાળાની પરીક્ષાઓના અંતની ઉજવણી કરવા માટે પાર્ટીમાં હાજરી આપી રહ્યા હતા. સ્થાનિક અખબાર ડેઈલી ડિસ્પેચએ અહેવાલ આપ્યો હતો કે ઈજાના કોઈ જ નિશાન પણ મળ્યા નથી.અહી ભઆગદોળ જેવી ઘટના પણ બની નથી જેથી આ મોત રહસ્યમય બન્યા છે.મૃત્યુ પામનારાની ઉમંર13 થી 17 વર્ષની વચ્ચે છે,જો કે કિશોરોએ મદિરા પાર્ટી કરી હતી તે પણ એક પશ્ન છે.
જો કે આ ઘટના વિશે કંઈ જાણી શકાયું જો કે ક્લબના માલિકે આજે વહેલી સવારે પોલીસ બોલાવી હતી ત્યારે આ ઘટનાની જાણ લોકો સુધી થઈ હતી.આ ભયજનક ઘટનાને લઈને લોકોના મનમાં અનેક સવાલ ઉદ્ભવ્યા છે જો કે હાલ આ અંગેની પોલીસ જીણવટભરી તપાસ કરી રહી છે.મૃતકોની બોડીને પોસ્ટમોર્ટમ માટે રવાના કરાઈ છે ત્યાર બાદ મોતનું કારણ સામે આવી શકે છે.