સરકારી શાળાઓમાં આપવામાં આવતું મધ્યાહન ભોજનનું નામ બલદવામાં આવ્યું – હવે ‘પીએમ પોષણ યોજના’ તરીકે ઓળખાશે
- મધ્યાહન ભોજનનું નામ બદલાયું
- હવે શાળાઓમાં અપાતા ભઓજનને પીએમ પોષમ યોજના કહેવામાં આવશે
દિલ્હીઃ- દેશની દરેક સરકાળી અને ગ્રાન્ડેડ શાળઆઓમાં ભૂલકાઓને બપોરનું પોષ્ટિક ભઓજન વિના મૂલ્યે આપવામાં આવે છે, જેને આપણા મધ્યાહન ભોજન કરીકે અત્યાર સુધી ઓળખતા આવ્યા છીએ, ત્યારે હવે આ ષ્ટ્રીય મધ્યાહન ભોજન યોજનાના નામમાં મોટો બદલાવ કરાયો છે, મળતી માહિતી પ્રમાણે આ યોજનાનું નામ પ્રધાનમંત્રી યોજના સાથે જોડવામાં આવી ચૂક્યું છે.
હવેથી મધ્યાહન ભોજયનની યોજનાને પીએમ પોષણ યોજના તરીકે ઓળખવામાં આવશે, આ સાથે જ હવેથી આ યોજનામાં બાલવાટિકા અને પ્રિ પ્રાયમરિ વર્ગોના વિદ્યાર્થીઓ માટે પણ લાગૂ કરી દેવામાં આવશે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ બાબતને લઈને જાહેરાત કરતા જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની બેઠકમાં પીએમ પોષણ યોજના મંજૂર કરવામાં આવી ચૂકી છે.આ યોજના માટે કેન્દ્ર સરકાર ૫૪૦૬૧.૭૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને રાજ્ય સરકાર પાસેથી ૩૧૭૩૩.૧૭ કરોડ રૂપિયાની મદદ લેવામાં આવશે આ સાથએ જ ભોજન માટે વપરાતું અનાજના કેન્દ્ર સરકાર અલગથી ૪ હજાર 500 કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવશે
વિતેલા દિવસે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં પીએમ પોષણ યોજનાને પરવાનગી આપવામાં આવી હતી.જેકુલ ૧.૩૧ લાખ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ યોજના અંતર્ગત ૧૧.૨ લાખથી વધુ સરકારી શાળાઓના ૧૧.૮૦ કરોડ બાળકોને બપોરનો પોષણ યૂક્ત આહાર વિના મૂલ્યે આપવામાં આવશે.જે આગામી પાંચ વર્ષ સુધી લાગૂ રહેશે.