1. Home
  2. ગુજરાતી
  3. Forbes List માં આ ત્રણ ભારતીય મહિલાઓના નામ,ટોપ 20 ઉદ્યોગપતિઓમાં મેળવ્યું સ્થાન
Forbes List માં આ ત્રણ ભારતીય મહિલાઓના નામ,ટોપ 20 ઉદ્યોગપતિઓમાં મેળવ્યું સ્થાન

Forbes List માં આ ત્રણ ભારતીય મહિલાઓના નામ,ટોપ 20 ઉદ્યોગપતિઓમાં મેળવ્યું સ્થાન

0
Social Share

ફોર્બ્સના નવેમ્બર અંકમાં પ્રકાશિત 20 એશિયન મહિલા સાહસિકોની યાદીમાં ત્રણ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં તે મહિલાઓનો સમાવેશ થાય છે જેમણે કોવિડ-19 મહામારીને કારણે સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે પોતાનો બિઝનેસ વધારવામાં મોટી સફળતા મેળવી હતી.આ યાદીમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL)ના ચેરપર્સન સોમા મંડલ, એમક્યોર ફાર્માના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપર અને હોનાસા કન્ઝ્યુમરના સહ-સ્થાપક ગઝલ અલઘનો સમાવેશ થાય છે.

ફોર્બ્સે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,સૂચિમાંની કેટલીક મહિલાઓ શિપિંગ, રિયલ એસ્ટેટ અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં કામ કરી રહી છે, જ્યારે અન્ય ટેક્નોલોજી, દવા અને કોમોડિટીઝ જેવા ક્ષેત્રોમાં નવા કામ કરી રહી છે.આ યાદીમાં અન્ય મહિલાઓ ઓસ્ટ્રેલિયા, ચીન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઈવાન અને થાઈલેન્ડની છે.

ફોર્બ્સની યાદીમાં પહેલું નામ સોમા મંડલનું છે, જેઓ SAILના ચેરપર્સન છે. મંડલે 2021માં SAILનું સૌથી મોટું પદ સંભાળ્યું. મહત્વની વાત એ છે કે સોમા મંડલ સેલમાં આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા છે. 1984માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, રાઉરકેલામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર સોમા મંડલે નાલ્કોમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેઇની તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.અહીં કામ કરતાં સોમા મંડલ ડાયરેક્ટરના પદ સુધી પહોંચી.ત્યારબાદ 2017માં તેણે SAILમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી. 2021 માં, સોમા મંડલને SAIL ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

ફોર્બ્સની યાદીમાં બીજું નામ એમ્ક્યોર ફાર્માના સીઈઓ નમિતા થાપરનું છે.મહારાષ્ટ્રમાં જન્મેલી નમિતા થાપરનું શિક્ષણ પુણેમાં થયું હતું.પુણેમાં જ તેણે સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યો. થાપરે ICAIમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવી છે.બાદમાં નમિતા થાપર અમેરિકા ગઈ હતી, પરંતુ તે પોતાનો બિઝનેસ સંભાળવા માટે ભારત પરત આવી હતી.કરોડોના માલિક નમિતા થાપર ફાર્મા ઉદ્યોગના જાણીતા વ્યક્તિત્વ છે.

ત્રીજું નામ હોનાસા કન્ઝ્યુમરના સહ-સ્થાપક ગઝલ અલઘનું છે.અલઘ તેમની કંપનીના ચીફ ઈનોવેશન ઓફિસર પણ છે.તેનો જન્મ હરિયાણાના ગુરુગ્રામમાં થયો હતો અને તેણે પંજાબ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.અલઘે 2016માં હોનાસા કન્ઝ્યુમર પ્રાઈવેટ લિમિટેડની શરૂઆત કરી હતી.આજે આ કંપની એક યુનિકોર્ન બ્રાન્ડ છે જે ગુરુગ્રામથી ચાલે છે. આ કંપની ટોક્સિન ફ્રી, નેચરલ બોડી કેર, સ્કિનકેર, હેર કેર પ્રોડક્ટ્સ અને બાળકો માટે પ્રોડક્ટ્સ બનાવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code