
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદમાં 9 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તો કેટલાક વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.
શહેરમાં વધતા જતા કોરોનાના કેસને લઈને મ્યુનિ,કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે. જે સોસાયટી કે ફ્લેટ્સમાં કોરોનાના વધુ કેસ નોંધાય તો સોસાયટી કેફ્લેટ્સનો આખો બ્લોક કન્ટેઈન્ટમેન્ટમાં મુકી દેવામાં આવે છે. મ્યુનિના વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારના કેટલાક ઘરોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવા પડ્યા છે. શહેરમાં નવા 9 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. 24 કલાકમાં નવા 43 ઘરોના 148 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.જો કે હાલમાં અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે. 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે. 14 જાન્યુઆરીએ પણ અમદાવાદમાં નવા 43 ઘરોના 148 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે કેટલાક વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ અપાતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 177થી ઘટીને 165 થઈ ગઈ છે.
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યના એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. જેમાં 14 જાન્યુઆરીના રોજ રાજયમાં કોરોનાના એક્ટિવ કેસ વધીને 55, 798 થયા છે. તેમજ 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં શુક્રવારે સૌથી વધુ 3,090 કેસ નોંધાયા છે.