1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત સિવિલના તબીબો અને સ્ટાફ સહિત 74 કોરોના સંક્રમિત, સરકાર પાસે વધારાના સ્ટાફની માગણી કરી
સુરત સિવિલના તબીબો અને સ્ટાફ સહિત 74 કોરોના સંક્રમિત, સરકાર પાસે વધારાના સ્ટાફની માગણી કરી

સુરત સિવિલના તબીબો અને સ્ટાફ સહિત 74 કોરોના સંક્રમિત, સરકાર પાસે વધારાના સ્ટાફની માગણી કરી

0
Social Share

સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં જે ઝડપે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જોતા જો આવી જ સ્થિતિ રહી તો અમદાવાદની સાઈડ કાપીને સુરત મોખરે રહેશે. કોરોનાની ત્રીજી લહેરમાં સિવિલના તબીબો સહિતના 74 જેટલા સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું છે. જેમાંથી 27 ડોક્ટર સહિત 50 જેટલા અન્ય કર્મચારીઓ હાલ આઈસોલેશનમાં છે. આ આંકડો પણ બતાવે છે કે આગામી દિવસોમાં હજી પણ કોરોનાના કેસ વધવાનો ભય છે. જેને પગલે સિવિલ હોસ્પિટલના સત્તાધિશો દ્વારા સરકાર પાસે 3,500 જેટલા વધારાના કર્મચારીની માંગણી કરવામાં આવી છે.

સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ નર્સો કોરોનાના સંક્રમણનો ભાગ બનતા હોસ્પિટલમાં મેન પાવરની અછતની બુમ પણ ઉઠવા પામી છે. જોકે પાછલા દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં જે કર્મચારીઓ હતા, તેઓ કોન્ટ્રાકટ બેઈઝ પર હોવાથી વારાફરતી કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા. સિવિલ તંત્રએ કર્મચારીઓને છુટા કરવામાં ઉતાવળ કરતા ફરી વધારાના કર્મચારીઓ માટે હવે ફરી સ્ટાફ માટે હાથ ફેલાવવાની નોબત આવી હોવાનો ગણગણાટ શરૂ થયો છે

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં કોરોનાનું વધતું સંક્રમણ જોતા સિવિલ કેમ્પસમાં ત્રણેય હોસ્પિટલ જેમાં કોવિડ, કિડની અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગમાં 1500 જેટલા બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જોકે ત્રીજી લહેર સામે લડવા માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, મૃતદેહ પેકિંગ કરનારો સ્ટાફ તેમજ દર્દીની સંભાળ રાખનારા કર્મચારી અને ફાયરમેન નથી. તે જ પ્રમાણે 33 મેડિકલ ઓફિસર, 760 નર્સ, 190 પેરામેડિકલ સ્ટાફ, 460 વર્ગ-4 કર્મચારી, 39 ફાર્માસિસ્ટ, 8 બાયોમેડિકલ ઈજનેર, 117 ડેટા એન્ટ્રી ઓપરેટર, 16 ડ્રાઈવર, 5 કાઉન્સિલર, 149 સિક્યોરિટી ગાર્ડ અને 17 ઓક્સિજન ઓપરેટર ફરજ બજાવી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,હાલની પરિસ્થિતિ જોતા આગામી દિવસોમાં કોરોનાના કેસની સાથે સિવિલના તબીબો સહિતના કર્મચારીઓ પણ સંક્રમિત થવાનો ભય તબીબી અધિકારીઓને લાગી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તંત્રએ વધારાના 160 સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર, 290 મેડિકલ ઓફિસર, 800 નર્સ, 98 પેરામેડિકલ સ્ટાફ, 1,250 વર્ગ-4 કર્મચારી, 36 ફાર્માસિસ્ટ, 16 બાયોમેડિકલ ઈજનેર, 25 મૃતદેહ પેકિંગ કરનારા કર્મચારી, 180 ડેટા એન્ટ્રી ઓપરેટર, 300 દર્દીની સંભાળ રાખનારા કર્મચારી, 12 ડ્રાઈવર, 60 કાઉન્સિલર, 240 સિક્યોરિટી ગાર્ડ, 27 ફાયરમેન અને 9 ઓક્સિજન ઓપરેટરની માંગણી કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code