
દેશમાં પુરુષોની સરખામણીમાં વેક્સિન લેવાની બાબતે મહિલાઓની સંખ્યા ઓછી
- રસીકરણમાં પુરુષો કરતા મહિલાઓનું પ્રમાણ ઓછું
- આ માટે કેટલાક કારણો જવાબદાર
- મહિલાઓ પુરુષો કરતા 3 કરોડ ડોઝથી પાછળ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરુ તરવામાં આવ્યું હતું જેને 21 જુનના રોજથી વેગ મળ્યો હતો, 12 થી 29 જૂન વચ્ચેના આઠ દિવસોમાં ભારતે કેનેડાની આખી વસ્તી કરતા વધુ લોકોને રસી આપી મોટી સફળતા મેળવી છે. જો કે પરંતુ રસીકરણમાં જોવા મળતી બાબત મુજબ પુરુષ કરતા મહિલાઓના રસીકરણમાં ઘટાડો નોંધાયો છે.
રસીકરણ મામલે જો આપણે પુરુષ-સ્ત્રી વચ્ચેના રેશિયોની વાત કરીએ તો સરકારી આંકડાઓ દર્શાવી રહ્યા છે કે મહિલાઓ 3 કરોડ ડોઝથી પુરુષોથી પાછળ જોવા મળી રહી છે. રસીકરણ અભિયાનની શરૂઆતથી કુલ 14.99 કરોડ મહિલાઓને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે, જે કુલ રસીકરણ અભિયાનનો 46 ટકા છે. તો બીજી તરફ જોવા જઈએ તો પુરુષોને લગભગ 17.8 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જે કુલ રસીકરણનો 54 ટકા ભાગ છે. અત્યાર સુધીમાં અન્ય લિંગ જૂથોને 54 હજાર 693 લોકોને ભારતમાં રસી આપવામાં આવી છે.
નીતિ આયોગના સભ્ય વીકે પોલ એ લિંગ અંતર અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “”અમે રસી મેળવવા માટે રસી બૂથ પર આવતી મહિલાઓનું પ્રમાણ વધારવા માંગીએ છીએ જેથી લિંગમાં પણ સુધારો થઈ શકે.”
જ્યારે 16 મી જાન્યુઆરીએ ભારતમાં રસીકરણ ઝુંબેશ શરૂ થઈ, ત્યારે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને રસીકરણ કરવાની બાબતે બાકાત રાખવામાં આવી. નિષ્ણાતોના મતે પુરુષ-સ્ત્રી રેશિયો પાછળનું એક કારણ આ પણ માનવામાં આવી રહ્યું છે.