1. Home
  2. ગુજરાતી
  3. 22,000 કિમીની ઝડપે પૃથ્વી નજીક આવી રહ્યો છે એસ્ટેરોઇડ, 250 મીટરનું છે કદ
22,000 કિમીની ઝડપે પૃથ્વી નજીક આવી રહ્યો છે એસ્ટેરોઇડ, 250 મીટરનું છે કદ

22,000 કિમીની ઝડપે પૃથ્વી નજીક આવી રહ્યો છે એસ્ટેરોઇડ, 250 મીટરનું છે કદ

0
Social Share
  • પૃથ્વી નજીક એક ખતરો આવી રહ્યો છે
  • એક એસ્ટેરોઇડ 22000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે
  • આ એસ્ટેરોઇડ પર નાસા વર્ષ 2006થી નજર રાખી રહ્યું છે

નવી દિલ્હી: પૃથ્વી નજીક એક ખતરો આવી રહ્યો છે. હકીકતમાં, 250 મીટરનું કદ ધરાવતો એક એસ્ટેરોઇડ 22000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે.

1 જુલાઇએ આ એસ્ટેરોઇડ પૃથ્વીની ભ્રમણકક્ષાથી અત્યંત નજીક રહીને પસાર થશે. આ એસ્ટેરોઇડ પર નાસા વર્ષ 2006થી નજર રાખી રહ્યું છે. બીજા શબ્દોમાં કહી શકાય કે તેનું કદ બુર્જ ખલિફા ઇમારત જેટલું છે.

નાસાનુ કહેવુ છે કે, સૌથી પહેલા તેની ઓળખ 2006માં થઈ હતી. આ જ પ્રકારનો એક એસ્ટરોઈડ ગયા વર્ષે મે મહિનામાં ધરતી પાસથી પસાર થયો હતો. હવે બુર્જ ખલિફાના આકારનો એસ્ટરોઈડ હાલમાં 6.29 કિમી પ્રતિ સેકંડની ઝડપથી મુસાફરી કરી રહ્યો છે.

વૈજ્ઞાનિકોનુ અનુમાન છે કે, ગુરૂવાર, 1 જુલાઈના રોજ ધરતી નજીક આવશે. નાસાએ તેને ડેન્જરસની કેટેગરીમાં મુક્યો છે. હાલમાં નાસા આવા બે હજાર એસ્ટરોઈડ પર નજર રાખી રહી છે. જે ધરતી માટે ખતરનાક બની શકે છે. આવનારા 100 વર્ષોમાં 22 એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાય તેવી આછી પાતળી શક્યતા છે.

શું હોય છે એસ્ટેરોઇડ

એસ્ટરોઈડ એ પ્રકારના પથ્થર હોય છે જે કોઈ ગ્રહની જેમ જ સૂર્યની આસપાસ ફરતા હોય છે. જોકે તેનો આકાર ગ્રહ કરતા ઘણો નાનો હોય છે. પૃથ્વીની સોલર સિસ્ટમમાં મોટાભાગના એસ્ટરોઈડ મંગળ તેમજ જ્યુપિટરની ભ્રમણકક્ષામાં જોવા મળે છે.

લગભગ 4.5 અબજ વર્ષ પહેલા જ્યારે સૂર્યમાળા બની ત્યારે ગેસ અને ધૂળના જે આકાર ગ્રહનુ સ્વરૂપના લઈ શક્યા તે પથ્થરોમાં એટલે કે એસ્ટરોઈડમાં ફેરવાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code