1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મામલે 12 વર્ષના કિશોરે પોલીસને આપી માહિતી, જાણો શું છે મામલો
અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મામલે 12 વર્ષના કિશોરે પોલીસને આપી માહિતી, જાણો શું છે મામલો

અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મામલે 12 વર્ષના કિશોરે પોલીસને આપી માહિતી, જાણો શું છે મામલો

0
Social Share

અયોધ્યાઃ- અયોધ્યામાં બનનારું રામ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે આ મંદિરને લઈને અવાર નવાર અનેક સમાચાર સામે આવતા રહે છે જે રીતે મંદિરનું નિર્માણ કાર્ય મોટા પાયે થી રહ્યું છે તે જ રીતે નાપાક નજર પણ આ મંદિર પર છે ત્યારે આજરોજ આ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની પોલીસને ધમકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે.

પોલીસ ઈમરજન્સી નંબરને અયોધ્યા રામ મંદિરમાં બોમ્બ ધડાકાની માહિતી મળ્યા બાદ 12 વર્ષના કિશોરને  આ માટે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કિશોરે યુટ્યુબ પર એક વીડિયો જોયો હતો, જેમાં અયોધ્યા રામ મંદિરમાં બોમ્બ વિસ્ફોટની માહિતી હતી, ત્યારબાદ તેણે પોલીસને આ અંગે જાણ કરી હતી.

આ સહીત પોલીસ પૂછપરછ બાદ કિશોરીને છોડી મૂક્યો હતો. બરેલીના પોલીસ અધ્યક્ષ એ આ મામલે જણાવ્યું હતું  કે મંગળવારે અયોધ્યામાં રામ મંદિરમાં બોમ્બ વિસ્ફોટને લઈને પોલીસ ઈમરજન્સી નંબર પર કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે કોલ બરેલીથી આવ્યો હતો, ત્યારબાદ અયોધ્યામાં વિશેષ એલર્ટ સાથે બરેલીમાં કોલ કરનારની શોધ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે ફોન નંબરના આધારે સરનામું ફતેગંજ પૂર્વ પોલીસ સ્ટેશનના અતરીયા ગામનું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પોલીસ સંબંધિત સરનામે પહોંચી, ફોન કરનારની ઓળખ કિશોર તરીકે થઈ હતી, જે ધોરણ 8નો વિદ્યાર્થી હતો.

પોસીલે આપેલી માહિતી અનુસાર કિશોરે પૂછપરછ દરમિયાન કહ્યું કે તેણે યુટ્યુબ પર એક વીડિયો જોયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 21 સપ્ટેમ્બરે રામ મંદિરમાં બોમ્બ ધડાકા કરવામાં આવશે. આ પછી તેણે ઈમરજન્સી નંબર પર ફોન કરીને ઘટનાની જાણકારી આપી. આ મામલે તપાસ ચાલી રહી છે. પોલીસે પૂછપરછ બાદ કિશોરીને છોડી મૂક્યો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code