1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચીનમાં મોટાપાયે નિકાસ કરી દેવાતા સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 150નો તોતિંગ વધારો
ચીનમાં મોટાપાયે નિકાસ કરી દેવાતા સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 150નો તોતિંગ વધારો

ચીનમાં મોટાપાયે નિકાસ કરી દેવાતા સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 150નો તોતિંગ વધારો

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં સરકારની અણઘડ નીતિને કારણે સિંગતેલમાં ડબ્બે દોઢસોનો વધારો થતાં ડબ્બાનો ભાવ ત્રણ હજારને વટાવી ગયો છે. કહેવાય છે. કે, ચીનમાં મગફળીના મોટાપાયે નિકાસ કરી દેવાતા સિંગતેલના ભાવમાં અસહ્ય વધારો થયો છે. હાલ સિઝનમાં જ સિગતેલનો ભાવ ડબ્બાના 3000ને વટાવી ગયો છે . તો ઉનાળા અને ચોમાસાની સીઝનમાં ભાવ ક્યા પહોંચશે. તે મોટો પ્રશ્ન છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. માત્ર બે દિવસમાં સિંગતેલના ડબાના ભાવમાં રૂ.150 વધારો થતાં ડબ્બાનો ભાવ  રૂ.3 હજારને વટાવી ગયો છે. ચીનમાં મોટાપાયે નિકાસથી સિંગતેલના નવા ડબાનો ભાવ રૂ.100-150 વધ્યો છે. દરમિયાન  ખાદ્યતેલો પરની આયાત ડ્યૂટી વધારવા ઓઈલ મિલોની માંગ છે. આગામી સમયમાં ડ્યૂટીમાં વધારો, માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવકમાં ઘટાડો, ચાલુ વર્ષે ઉત્પાદનમાં ઘટાડની શક્યતા જેવા પરિબળોને લીધે ભાવ અચાનક ઊંચકાયા છે. અન્ય ખાદ્ય તેલોની સરખામણીએ સિંગતેલના ડબાનો ભાવ રૂ.1 હજાર જેટલો વધુ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના પાકનો અંદાજ 28-29 લાખ ટન મુકવામાં આવ્યો છે, જે ગતવર્ષે 32-33 લાખ ટન હતો. ઉત્પાદનમાં ઘટાડો અને સિંગદાણા તથા સિંગતેલની નિકાસના કારણે બજારને સપોર્ટ મળ્યો છે. ચીનમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 2000-2200 ડોલરના ભાવે સિંગતેલના મોટાપાયે સોદા થયા હતા જેની ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે. ચીનની નિકાસ ઘટવા ઉપરાંત સ્થાનિકમાં માંગ ઘટે તો જ બજારમાં ભાવ સ્થિર બની શકે છે. ઓઇલમિલરોનું કહેવું છે કે નિકાસ વેપાર અને ખેડૂતોની મગફળીની વેચવાલી પર બજારનો ટ્રેન્ડ નિર્ભર બનશે. જોકે, અન્ય ખાદ્ય તેલોને ધ્યાનમાં લેતા ભાવ ફરક વધી ગયો હોવાથી હવે ઝડપી તેજી જણાતી નથી છતાં ઉપરમાં 3200-3300નો ભાવ થાય તો નવાઇ નહીં. મગફળીનો ભાવ સિઝનની શરૂઆતમાં મણ દીઠ રૂ.1200 આસપાસ રહ્યો હતો જે વધીને અત્યારે રૂ.1500-1600 બોલાવા લાગ્યો છે. મગફળીના ઉંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમ જ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી પુરવઠામાં પણ અછત વર્તાઈ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે. સિંગતેલની તુલનાએ સાઇડ તેલો ઘણા સસ્તા છે તેમજ 3000ના ભાવે ખરીદીનું માનસ બદલાશે જેથી હાલના ભાવથી ઝડપી તેજીની સંભાવના નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code