
કોરોનાની નાક વડે અપાતી વેક્સિનની કિંમતો નક્કી કરવામાં આવી, જાણો કેટલા રુપિયામાં થશે ઉપલબ્ઘ
- નેઝલ વેક્સિનની કિમંતો થઈ નક્કી
- ખાનગી હોસ્પિટલમાં 800 અને સરકારીમાં 325 રુ. ચૂકવવા પડશે
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં હવે નાક વડે આપવામાં આવતી કોરોનાની વેક્સિનને પણ મંજૂરી મળી ચૂકી છે ત્યારે હવે આ વેક્સિનના ભઆવ પણ નક્કી કરવામાં આવ્યા છે. હવે ટૂંક સમયમાં કોરોના સામે નાકની રસી ‘INCOVAC’ પણ દેશમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે.
જાણકારી પ્રમાણે આવતા મહિને નવા વર્,ના આરંભથી એટલેકે જાન્યુઆરીમાં ખાનગી હોસ્પિટલોમાં નેઝલ વેક્સિન 800 રૂપિયામાં અને સરકારી હોસ્પિટલોમાં 325 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે.
ઉલ્આલેખનીય છે કે આ દેશની પ્રથમ નેઝલ રસી હશે, જેને બૂસ્ટર ડોઝ તરીકે પણ લઈ શકાય છે. આ રસીની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. દેશમાં 14 જગ્યાએ તેનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં 3100 લોકોએ ભાગ લીધો હતો. ડિસેમ્બરની શરૂઆતમાં, ભારત બાયોટેકની નાકની રસી બજારમાં લાવવાની મંજૂરી આપવામાં આવીઆ રસી એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે ઓછા પૈસામાં સામાન્ય લોકો સુધી પહોંચી શકશે.
ઉલ્લેખનીય છે કે રસી બનાવનારી કંપનીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે આ દવા જાન્યુઆરી 2023ના ચોથા સપ્તાહથી ઉપલબ્ધ થશે. INCOVAK એ વિશ્વની પ્રથમ અનુનાસિક રીતે સંચાલિત એન્ટી-COVID-19 રસી છે જે બે પ્રાથમિક ડોઝ માટે અને હેટરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે મંજૂર કરવામાં આવી છે.