વડાપ્રધાનએ કોવિડ રસીકરણના 100% પ્રથમ ડોઝ માટે દેવભૂમિના લોકોને અભિનંદન પાઠવ્યા
- દેવભૂમિના લોકોને પીએમ મોદીએ આપ્યા અભિનંદન
 - કોરોના સામે દેવભૂમિની જોરદાર લડાઈ
 - ટ્વિટ કરીને આપ્યા અભિનંદન
 
જામનગર :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18+ વયજૂથના લોકો માટે કોવિડ -19 રસીકરણના 100 ટકા પ્રથમ ડોઝ માટે દેવભૂમિના લોકોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાનએ એમ પણ કહ્યું કે ઉત્તરાખંડની આ સિદ્ધિ દેશની કોવિડ -19 સામેની લડાઈમાં ખૂબ મહત્વની છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીના ટ્વીટના જવાબમાં વડાપ્રધાનએ કહ્યું;
“દેવભૂમિના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. કોવિડ સામે દેશની લડાઈમાં ઉત્તરાખંડની આ સિદ્ધિ ખૂબ મહત્વની છે. મને વિશ્વાસ છે કે આપણું રસીકરણ અભિયાન વૈશ્વિક મહામારી સામે લડવામાં સૌથી અસરકારક સાબિત થશે અને જેમાં લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે.”
देवभूमि के लोगों को बहुत-बहुत बधाई। कोविड के खिलाफ देश की लड़ाई में उत्तराखंड की यह उपलब्धि अत्यंत महत्वपूर्ण है। मुझे विश्वास है कि वैश्विक महामारी से लड़ने में हमारा वैक्सीनेशन अभियान सबसे अधिक प्रभावी साबित होने वाला है और इसमें जन-जन की भागीदारी अहम है। https://t.co/FdfkPWr6dC
— Narendra Modi (@narendramodi) October 18, 2021
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

