1. Home
  2. ગુજરાતી
  3. ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે આજે ખરાખરીનો જંગ, ભારતીય ક્રિકેટ ટીમ માટે કરો યા મરોની સ્થિતિ
ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે આજે ખરાખરીનો જંગ, ભારતીય ક્રિકેટ ટીમ માટે કરો યા મરોની સ્થિતિ

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે આજે ખરાખરીનો જંગ, ભારતીય ક્રિકેટ ટીમ માટે કરો યા મરોની સ્થિતિ

0
Social Share
  • ભારત માટે જીત જરૂરી
  • પાકિસ્તાન સામે થઈ હતી ભારતની હાર
  • પાકિસ્તાને ન્યુઝીલેન્ડને પણ કચડ્યું

મુંબઈ :આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ થવા જઈ રહ્યો છે, ભારત અને ન્યુઝીલેન્ડ કે જે બંન્ને ટીમને પાકિસ્તાનની ક્રિકેટ ટીમે હરાવી દીધી છે અને પોતાનું નામ લગભગ સેમિફાઈનલમાં નક્કી કર્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આજની મેચમાં જે ટીમ જીતશે તેના સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો સરળ થઈ જશે.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અત્યારે સૌથી વધારે ફોર્મમાં છે અને તેના બોલિંગ અટેકની સાથે બેટિંગ એટેક પણ સૌથી વધારે ખતરનાક છે. સાહીન આફ્રિદી અને રોફ દ્વારા અત્યારના સમયમાં સૌથી ઘાતક બોલિંગ કરવામાં આવી રહી છે અને સાથે વાત કરવામાં આવે તો કેપ્ટન બાબર હાઝમ અને મહોમ્મદ રિઝવાન ખતરનાક ફોર્મમાં છે.

ઉલ્લેખનીય છે કે ભારત પહેલીવાર પાકિસ્તાન સામે કોઈ વર્લ્ડકપમાં હાર્યું છે, અને ભારત સામે પહેલી જ 10 વિકેટથી જીતના કારણે પાકિસ્તાનના પ્લેયરમાં ઉત્સાહ પણ ગજબ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનનો બોલિંગ ઓર્ડર વિરોધી ટીમને કાગળના પત્તાની જેમ વિખેરી રહ્યો છે. જો કે જે ટીમ ટેબલમાં સૌથી ઉપર રહેશે તે ટીમને સેમિફાઈનલ્સમાં તક મળશે.

ભારત જે ગ્રુપમાં છે તે ગ્રુપમાં ભારતને જોરદાર ટક્કર આપી શકે તેવી બે જ ટીમ છે અને તે છે ન્યુઝીલેન્ડ અને બીજી છે પાકિસ્તાન. ક્રિકેટ એક્સપર્ટ દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે ભારતે આગામી મેચોમાં વધારે રનરેટથી જીતવી પડશે અને વધારે તૈયારીથી મેચ રમવા ઉતરવું પડશે. કારણ કે કેટલીકવાર એવું પણ બને છે કે જીત વધારે હોવા છત્તા પણ સેમિફાઈનલ્સ માટે કોઈ પણ ટીમની રનરેટના આધારે પસંદગી કરવામાં આવતી હો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code