
તિરંગા ફિલ્મમાં એક ગીતના શુટીંગ બાદ રાજકુમાર અને નાના પાટેકર વચ્ચે સંબંધ સુધર્યા હતા
મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટીઝમાં ડાયલોગ અને અભિનયથી લોકોનું દીલ જીતનારા સ્ટાર રાજ કુમાર અને નાના પાટેકર એકસાથે મેહુલ કુમારની ફિલ્મ તિરંગામાં જોવા મળ્યાં હતા. જો કે, ડાયેરક્ટરને આ બંને દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મેહુલ કુમારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, નાના પાટેકરને ફિલ્મ માટે સંપર્કમાં કરવામાં આવ્યો ત્યારે તેમણે ફિલ્મ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. નાના પાટેકરનું કહેવું હતું કે, તેઓ કોમર્શિયલ ફિલ્મ નથી કરવા માંગતા. જો કે, બાદ ભારે જહેમત બાદ મેહુલ કુમારે નાના પાટેકરને ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર કર્યાં હતા. સ્ક્રિપટનો અભ્યાસ કર્યાં બાદ અભિનેતાએ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શાવી હતી.
ફિલ્મના શૂટીંગ દરમિયાન સેટ ઉપર કોઈ ટેન્શન ન હતું. રાજકુમાર અને નાના પાટેકર સાથે હોય તો પણ એક-બીજા સાથે વાત કરવાનું ટાળતા હતા. જો કે, ફિલ્મમાં એક ગીત બાદ બંને વચ્ચે અંતર ઘટ્યું હતું. ફિલ્મના પહેલા જ નાના પાટેકરે શરત મુકી હતી કે, ફિલ્મના શૂટીંગ દરમિયાન રાજ કુમાર દખલગીરી કરશે તો ફિલ્મમાં અભિનય નહીં કરે.