1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી કેટરીના કૈફની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘Merry Christmas’ ની રિલીઝ ડેટ જાહેર
અભિનેત્રી કેટરીના કૈફની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘Merry Christmas’ ની રિલીઝ ડેટ જાહેર

અભિનેત્રી કેટરીના કૈફની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘Merry Christmas’ ની રિલીઝ ડેટ જાહેર

0
Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફની અપકમિંગ ફિલ્મ મેરી ક્રિસમસ ખૂબ ચર્ચામાં છે તેમની આ ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રહા જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં આ ફિલ્મની આજરોજ રિલીઝ ટેડ જાહેર કરવામાં આવી છે.

 જાણકારી અનુસાર મેરી ક્રિસમસ  ફિલ્મમાં અભિનેત્રી કેટરીના સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિની સામે ભૂમિકા ભજવતી જોવા મળશે. જ્યારથી ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મની જાહેરાત કરી છે ત્યારથી તેને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. કેટરીના ઘણા સમયથી સ્ક્રીનથી દૂર છે. આવી સ્થિતિમાં તેના ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ટિપ્સ ફિલ્મ્સ અને મેચબોક્સ પિક્ચર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ . મેરી ક્રિસમસનું શૂટિંગ અલગ-ચેઅલગ સપોર્ટિંગ કાસ્ટ સાથે બે ભાષાઓમાં કરવામાં આવ્યું છે
ખાસ કરીને આ ફિલ્મ હિન્દી ભાષામાં સંજય કપૂર, વિનય પાઠક, પ્રતિમા કન્નન અને ટીનુ આનંદ છે, જ્યારે તમિલ સંસ્કરણમાં રાધિકા સરથકુમાર, ષણમુગરાજા, કેવિન જય બાબુ અને રાજેશ વિલિયમ્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

જો ફિલ્મની રિલીઝ ડેટ વિશે વાત કરીએ તો રમેશ તૌરાની અને જયા તૌરાનીની ‘મેરી ક્રિસમસ’માં સંજય રાઉતરે અને કેવલ ગર્ગ પણ મહાન સહયોગમાં છે. આ ફિલ્મ બે પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસ, આ ફિલ્મ 15 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવાની જાહેરાત કરાઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code