- વાસણ સાફ કરવા માટે લીબુંનો કરો ઉપયોગ
- સોડાખાર અને મીઠાથી પણ બળી ગયેલા વાસણ સાફ થાય છે
જો રસોડામાં ચમકતા વાસણો રાખવામાં આવે તો રસોડાની સુંદરતા બમણી થઈ જાય છે. ગંદા, તૂટેલા અને વાંકાચૂંકા વાસણો તમારા રસોડાની સુંદરતા બગાડી શકે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના રસોડાના વાસણો હંમેશા ચમકતા રહે. ખાસ કરીને દૂધ ચા કે કોફી બનાવાની તપેલીઓ ઉકળી ઉકળઈને કાળઈ થઈ જતી હોય છે જો કે કેટલીક ટિપ્સ થકી ા વાસણોને તમે ચમકાવી શકો છો.
બલી ગયેલા વાસણની આ રીતે કરો સફાઈ
ગંદા અને કાળા પડી ગયેલા વાસણોમાં ખાવાનું કોઈને ગમતું નથી. ઘણી વખત એવું બને છે કે તેજ આંચ પર રાંધવાને કારણે વાસણો કાળા પડી જાય છે. આ વાસણોની ચમક પાછી મેળવવી હોય તો કેટલીક ટિપ્સ ફોલો કરવી પડશે.
બળેલા વાસણમાં ડુંગળીનો ટુકડો મૂકો. આ વાસણમાં પાણી નાખો અને તેને ઉકાળો. હવે સ્ટીલના કૂંચાથી વાસણને સારી રીતે સ્ક્રબ કરો.
લીંબુને કાપીને વાસણના બળેલા ભાગ પર લગાવો. હવે તેમાં 2-3 કપ પાણી ઉમેરો અને તેને ગરમ કરો. હવે સ્ટીલ વૂલ અથવા બ્રશની મદદથી વાસણને સાફ કરો. તે તમારા બળેલા વાસણને સાફ કરશે.
ટામેટાંનો સોસ બળી ગયેલા વાસણો સાફ કરવામાં ખૂબ જ અસરકારક છે. બળેલા વાસણમાં ટામેટાંનો સોસ અને પાણી નાખી તેને ગરમ કરો. હવે તેને ઘસીને સાફ કરી દો ામ કરવાથી વાસમ ચોખ્ખા બનશે.
મીઠાના ઉપયોગથી બળેલા વાસણ સાફ કરી શકાય છે, આ માટે વાસણમાં મીઠું અને પાણી ઉમેરો અને તેને 4 મિનિટ સુધી ઉકાળો. આ પછી બળી ગયેલી જગ્યાને સ્ટીલનો કૂંચો ઘસો. 3-4 મિનિટ આમ કરવાથી તમને ફરક દેખાશે.
જે વાસણ બળી ગયું હોય તેમાં સોડાખાર લીબુંના ફૂલ નાખીને તેમાં છોડું પાણી એડ કરીને 10 મિનિટ ઇકાળી લો,આમ કરવાથી પણ વાસણ સાફ થઈ જશે.