દ્વારકાધિશના મંદિરને રંગબેરંગી રોશની શણગારાયું, દિવાળી અને બેસતા વર્ષે વિવિધ ઉત્સવ ઊજવાશે
દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના જગત મંદિર માં દિવાળી પર્વની ઊજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે દિવાળીના દિવસે હાટડી દર્શન તેમજ નૂતન વર્ષના પાવન પર્વે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ યોજાશે. દિવાળીના તહેવારનો લઈ મંદિરને રંગબેરંગી લાઈટ્સનો શણગાર કરાતા મંદિરની સુંદરતામાં વધારો થયો છે. દિવાળીના પર્વ દરમિયાન ભગવાન દ્વારકાધીશના દર્શનને અનુલક્ષીને વિવિધ ઉત્સવ અને ઠાકોરજીના દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે.
દિવાળીના તહેવારો દરમિયાન દ્વારકામાં યાત્રાળુઓની ભીડ જોવા મળી રહી છે. આવતી કાલે દિવાળી અને બેસતા વર્ષે પણ અનેક ભાવિકો દ્વારકાધિશના દર્શન માટે આવશે.દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં 2 નવેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે. જેમાં તા. 4-11-2021 ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે તેમજ બપોરે 1 કલાકે અનોસર મંદિર બંધ થશે તથા સાંજે 5 કલાકે ઉત્થાપન દર્શન અને રાત્રે 8 કલાકે હાટડી દર્શન ત્યારબાદ રાત્રે 9-45 કલાકે અનોસ૨ મંદિર બંધ થશે. તા.5-11-2021 ને શુક્રવારે નૂતન વર્ષના દિને સવારે 6 કલાકે મંગલા આરતી થશે. ત્યાર પછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે 1 કલાકે અનોસર મંદિર બંધ થશે. સાંજે 5 થી દરમ્યાન અન્નકૂટ ઉત્સવનાં દર્શન થશે. રાત્રે 9.45 કલાકે મંદિર બંધ થશે. તા. 6-11-2021 ને શનિવારે સવારે 7 કલાકે મંગળા આરતી થશે. ત્યાર પછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે 1 દર્શન કલાકે મંદિર બંધ થશે. તથા સાંજે દર્શન નિત્યક્રમ મુજબ જ થશે. જ્યારે ભગવાન દ્વારકાધીશના દર્શનની વિગતો મુજબ વાઘબારસ, ધનતેરસ, રૂપ ચૌદશ ક્ષય, દીપાવલી, નૂતન વર્ષ, અન્નકૂટ ઉત્સવ, ભાઈબીજ તહેવારો નિમિત્તે અલગ અલગ સમયે અલગ અલગ ઉત્સવ તેમજ દર્શન થશે.