1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમારની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘OMG 2’ નું ટ્રેલર થયું રિલીઝ
અક્ષય કુમારની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘OMG 2’ નું ટ્રેલર થયું રિલીઝ

અક્ષય કુમારની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘OMG 2’ નું ટ્રેલર થયું રિલીઝ

0
Social Share

મુંબઈઃ- બોલિવૂડ એક્શન હિરો અક્ષય કિુમાર ભગવાનના અવતારમાં શાનદાર લાગી રહ્યા છે જી હા એજ ફઇલ્મની વાત કરી રહ્યા છીએ કે જેનો દર્શકોને લાંબા સમયથી ઈતંઝાર હતો અક્ષય કુમારની ફિલ્મ OMG 2 નું આજરોજ ટ્રેલર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે.

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નું દમદાર  ટ્રેલર આમ તો ગઈકાલે 2 ઓગસ્ટ રિલીઝ થવાનું હતું પરંતુ સેટ ડિઝાઇનર નીતિન દેસાઈના મૃત્યુને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું,
https://youtu.be/Y6ZKXqM7HNQ
અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નું ટ્રેલર દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. અમિત રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીઓમાં છે. તેની ટક્કર સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 સાથે થશે ત્યારે હવે જોવું રહ્યું કે ગદર 2 સામે અક્ષય કુમારનો જાદૂ છવાશે કે કેમ?
OMG 2 એ અમિત રાય દ્વારા લખાયેલ અને નિર્દેશિત એક વ્યંગ્ય કોમેડી-ડ્રામા મૂવી છે. તે વર્ષ 2012માં રિલીઝ થયેલી ‘ઓહ માય ગોડ’ની સિક્વલ છે. રિપોર્ટની જો માનીએ તો ‘OMG 2’ની વાર્તા ભગવાન શિવના કટ્ટર ભક્ત કાંતિ શરણ મુદગલની વાર્તા છે. એક ડાઉન ટુ અર્થ માણસ, પ્રેમાળ પિતા અને સંભાળ રાખનાર પતિ. એક દિવસ તેમના પુત્ર વિવેક પર અનૈતિક વર્તન (ગે)નો આરોપ છે અને તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે. ત્યાર પછી જ કાંતિને ખ્યાલ આવે છે કે તેનો પુત્ર ખોટી માહિતી અને ગેરમાર્ગે દોરવાનો શિકાર બન્યો છે. કાંતિ પરિવાર સાથે શહેર છોડવાનું નક્કી કરે છે, પરંતુ ભગવાન શિવ દ્વારા તેને સાચા માર્ગ તરફ દોરવામાં આવે છે. આ સમગ્ર સ્ટોરી પર આ ફિલ્મ વર્ણવામાં આવી છે.
tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code