
બેજાબાજ મહિલાએ પતિને અંધારામાં રાખીને બેંકના ખાતામાંથી 20 કરોડની ઉચાપત કરી
દિલ્હીઃ મહાઠગો ગુનાને અંજામ આપવા માટે નવી-નવી તરકીબ અજમાવતા થઈ ગયા છે. દરમિયાન અમેરિકામાં મહિલાએ તેના પતિ સાથે રૂ. સાડા ચાર કરોડની છેતરપીંડી આચરી હોવાની અનોખી ઘટના સામે આવી છે. પતિને અલ્ઝાઈમર હોવાનું જણાવીને પત્નીએ પતિને ગેરમાર્ગે દોરીને 20 વર્ષના સમયગાળામાં બેંક ખાતામાંથી કરોડોની ઠગાઈ આચરી હતી. પ્રથમ પત્નીની દીકરીએ બેંકના એકાઉન્ટની તપાસ કરતા સમગ્ર છેતરપીંડીની ઘટનાને આવી હતી. પત્નીના કારસ્તાન જાણીને તેની ઉપર આંધળો વિશ્વાસ કરતા પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના કનેક્ટિક્ટમાં રહેતી ડોના મેરિયા નામની મહિલાએ પતિને અંધારામાં રાખીને ધીમે-ધીમે બેંક એકાઉન્ટમાંથી રૂ. 4.5 કરોડની ઉચાપત કરી હતી. પતિ બેંક એકાઉન્ટની વાત કરતો ત્યારે પત્નીને ગોળ-ગોળ જવાબ આપતી હતી. ડોનાએ તેના પતિના પેન્શન ચેક, કમ્પેન્સેશન પેમેન્ટ્સ અને સોશિયલ સિક્યોરિટી ઇનકમમાંથી 20 વર્ષમાં 4 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ કરી હતી. પત્નીએ પતિને ખાતરી આપવી હતી કે, તેને ભૂલવાની બિમારી થઈ ગઈ છે. દરમિયાન પતિએ પણ માની લીધું હતું કે, પોતાને અલ્ઝાઈમર છે. ડોના મેરિયા તેના પતિની બીજી પત્ની હતી. દરમિયાન પ્રથમ પત્નીની પુત્રીએ બેંકના નાણાકીય વિગતો માગી ત્યારે સમગ્ર કાંડ સામે આવ્યું હતું. ડોનાએ તેના પતિના અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી તેના અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ ઘટના સામે આવતા પતિએ ડોનાને છુટાછેડા આપવાનો નિર્ણય લીધો છે. તેમજ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.