1. Home
  2. ગુજરાતી
  3. દર્શકોના ઈન્તઝારનો અતં આવ્યો – અભિનેતા અજય દેવગને ‘દ્રશ્યમ 2’ નો ફર્સ્ટ લૂક શેર કર્યો
દર્શકોના ઈન્તઝારનો અતં આવ્યો – અભિનેતા અજય દેવગને ‘દ્રશ્યમ 2’ નો ફર્સ્ટ લૂક શેર કર્યો

દર્શકોના ઈન્તઝારનો અતં આવ્યો – અભિનેતા અજય દેવગને ‘દ્રશ્યમ 2’ નો ફર્સ્ટ લૂક શેર કર્યો

0
Social Share
  • અજય દેવગને દ્રશ્યમ 2 નો ફર્સ્ટ લૂક શેર કર્યો
  • 6 વર્ષ બાદ ફિલ્મનો આવશે બીજો પાર્ટ

મુંબઈઃ- બોલિવૂડ જગતના અભિનેતા અજય દેવગનની વર્ષ 2015 માં આવેલી દ્રશ્યમ ફિલ્મ દર્શકોએ ખૂબ વખાણી હતી,સિનેમાઘરોમાં આ ફીલ્મ રિલીઝ તતા સુપર હીટ રહી હતી ત્યારે હવે 6 વર્ષના લાંબાગાળા બાદ આ ફિલ્મના દર્શકોનો ઈતંઝારનો અંત આવી રહહ્યો છે, જી હા હવે દ્રશ્યમ 2 ફિલ્મ પણ આવશે

અભિનેતા દેવગનની ફિલ્મનો બીજો ભાગ ટૂંક સમયમાં જોવા મળશે. અજય દેવગને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગેની જાહેરાત કરી છે.

અજય દેવગને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે શ્રિયા સરન સાથે જોવા મળી રહ્યા છે. ફરી એકવાર અજય દેવગન સામાન્ય માણસના લુકમાં જોવા મળી રહ્યો છે અને તેની અને શ્રિયાની વચ્ચે અભિષેક પાઠક ઉભોરહેલો જોવા મળે છે

.આ ફોટો શેર કરતા અજય દેવગને ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘શું વિજય ફરી એકવાર પોતાના પરિવારને બચાવી શકશે?’ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનો પહેલો ફભાગ ખૂબ જ બ્લોકબાસ્ટર સાબિત થયો હતો ત્યારે હવે જોવુંવ રહ્યું કે શું દર્શકોને આ ફિલ્મનો બીજો ભાગ ગમશે કે નહી.જો ફિલ્મની વાત કરીએ તો દ્રશ્યમ 2 ફિલ્મનું નિર્દેશન   જીતુ જોસેફે સંભાળ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code