દિલ્હી, 23 ઓગસ્ટ 2026: વિશ્વની સૌથી વૃદ્ધ જીવિત મહિલા, એથેલ કેટરહેમે સરે (Surrey) ખાતે પરિવાર અને મિત્રો સાથે તેમનો 117મો જન્મદિવસ ઉજવ્યો. લાઇટવોટર સ્થિત ‘હોલમાર્ક લેકવ્યૂ કેર હોમ’માં રહેતા સુશ્રી કેટરહેમ, બ્રાઝિલિયન નન સિસ્ટર ઇનાહ કેનાબારો લુકાસ (116 વર્ષ)ના અવસાન બાદ વિશ્વની સૌથી વૃદ્ધ જીવિત મહિલા બન્યા હતા.
એપ્રિલ 2025માં તેઓ વિશ્વની સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ બન્યાં. ટાઇટેનિક દુર્ઘટનાના ત્રણ વર્ષ પહેલાં અને રશિયન ક્રાંતિના આઠ વર્ષ પહેલાં જન્મેલાં એથલે બે વિશ્વયુદ્ધો પણ જોયાં છે.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, તેઓ કોવિડ-19માંથી સાજા થનાર સૌથી વૃદ્ધ વ્યક્તિઓમાંની એક છે. તેમને 2020માં, 110 વર્ષની વયે આ વાયરસનો ચેપ લાગ્યો હતો. મૂળ હેમ્પશાયરના શિપ્ટન બેલિંગરના વતની એવા એથેલ જેઓ આઠ ભાઈ-બહેનોમાં બીજા સૌથી નાના હતા વિલ્ટશાયરના ટિડવર્થમાં ઉછર્યા હતા.
કિંગ એડવર્ડ સાતમાના શાસનકાળની હજુ જીવિત રહેલી વ્યક્તિઓમાંની એક એવી તેઓ, ૧૯૨૭માં કિશોરાવસ્થામાં ભારત આવ્યાં અને એક લશ્કરી પરિવાર માટે કામ કરવાનું શરૂ કર્યું.
એથેલ તેમના પતિ નોર્મન (જેઓ બ્રિટિશ સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલ હતા) ને 1931માં બ્રિટનમાં એક ડિનર પાર્ટીમાં મળ્યાં હતાં. બાદમાં આ દંપતી હોંગકોંગમાં સ્થાયી થયું, જ્યાં તેમણે એક નર્સરી સ્કૂલ શરૂ કરી.
વધુ વાંચો: બ્રિટનમાં માર્ગ અકસ્માતમાં બે પોલીસ અધિકારીઓ સહિત સાત લોકોનાં મોત


