ગુગલ ઉપર રમત-ગમતને લઈને સર્ચ કરવામાં આવેલી ટૂનાર્મેન્ટમાં આ વચ્ચે આઈપીએલ સૌથી ઉપર હોવાનું જાણવા મળે છે. ગુગલ ઉપર ચાલુ વર્ષે સૌથી વધારે વખત આઈપીએલ સર્ચ કરવામાં આવ્યું હતું. જે બાદ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાયેલો ટી20 વિશ્વકપ બીજા ક્રમે હતો.
ગૂગલની સર્ચ લિસ્ટ અનુસાર વિનેશ ફોગાટને વર્ષ 2024માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ભારતીય સેલિબ્રિટી હોવાનું કહેવાય છે. હવે આવા દસ વિષયો સામે આવ્યા છે જેને ભારતીય લોકોએ આ વર્ષે સૌથી વધુ સર્ચ કર્યા છે. આ યાદીમાં ભારતીય જનતા પાર્ટી (BJP), 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો અને પેરિસ ઓલિમ્પિક 2024નો પણ સમાવેશ થાય છે, પરંતુ પ્રથમ બે સ્થાનો પર રમતગમત સંબંધિત બે વિષયો દ્વારા કબજો કરવામાં આવ્યો છે. ટી20 વર્લ્ડકપ બીજા સ્થાને હતો, જેની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. જ્યારે વર્ષ 2024માં ભારતીય લોકોએ IPL માટે સૌથી વધુ સર્ચ કર્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન ખૂબ જ રોમાંચક સાબિત થઈ હતી, જેમાં ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.
24-25 નવેમ્બરના રોજ IPL 2025ની મેગા ઓક્શન થઈ ત્યારે ‘IPL’નો વિષય ફરી એકવાર ચર્ચામાં આવ્યો. ઋષભ પંત અને શ્રેયસ અય્યરે મેગા ઓક્શનમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું કારણ કે તેઓને અનુક્રમે રૂ. 27 અને રૂ. 26.75 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. બીજા સ્થાને ટી20 વર્લ્ડકપ 2024નું આયોજન થયું હતું, જેમાં ભારતનો વિજય થયો હતો. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર બીજી વખત હતું જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ભારતીય લોકોએ આ વર્ષે રમતગમતમાં ઘણો રસ દાખવ્યો છે. ટૉપ-10ની યાદીમાં પાંચ વિષયો માત્ર સ્પૉર્ટ્સ સાથે સંબંધિત છે. IPL પ્રથમ ક્રમે, ટી20 વર્લ્ડકપ બીજા ક્રમે, પેરિસ ઓલિમ્પિક્સ 2024 પાંચમા ક્રમે, પ્રો કબડ્ડી લીગ નવમા અને ISL (ફૂટબોલ) દસમા ક્રમે છે.