1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસના રૂટમાં થયો ફેરફાર,હવે થોડા દિવસ આ રીતે ચાલશે ટ્રેન
જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસના રૂટમાં થયો ફેરફાર,હવે થોડા દિવસ આ રીતે ચાલશે ટ્રેન

જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસના રૂટમાં થયો ફેરફાર,હવે થોડા દિવસ આ રીતે ચાલશે ટ્રેન

0
Social Share

જામનગર:રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે જામનગર-બાંદ્રા અને બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ જેને 2 ઓગસ્ટ, 2022 સુધી સુરેન્દ્રનગર-બાંદ્રા વચ્ચે દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી, તે હવે ટેકનિકલન કારણોસર અમદાવાદ-બાંદ્રા બાંદ્રા વચ્ચે ચલાવવામાં આવશે. વધુ વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 22923 બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ ને તારીખ 28.07.2022, 30.07.2022 અને 01.08.2022 ના રોજ બાંદ્રા થી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન અમદાવાદ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ ને તારીખ 29.07.2022, 31.07.2022 અને 02.08.2022 ના રોજ અમદાવાદ થી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code