
દેશમાં ટીબી વિરોધી દવાનો ચારથી છ મહિના સુધી ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ
નવી દિલ્હીઃ દેશમાં ક્ષય રોગ વિરોધી દવાઓની કોઈ કમી નથી. સમગ્ર વર્ષ દરમિયાન નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ (એનટીઇપી) હેઠળ કેન્દ્ર સ્તરેથી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ટીબી વિરોધી દવાઓનો નિયમિત પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને સેન્ટ્રલ વેરહાઉસથી માંડીને પેરિફેરલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ સુધીના વિવિધ સ્તરે સ્ટોક પોઝિશનનું મૂલ્યાંકન કરવા માટે નિયમિત આકારણી હાથ ધરવામાં આવે છે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોને જ્યારે પણ આકસ્મિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જરૂર પડે ત્યારે મર્યાદિત જથ્થા માટે સ્થાનિક ખરીદી માટે સંસાધનો પ્રદાન કરવામાં આવ્યા છે.
ટ્યુબરક્યુલોસિસ-વિરોધી દવાઓના જથ્થાની સ્થિતિની ઉપર નજર કરીએ તો ટેબ. 2FDC (P) (H50 & R75)નો 18078984 જેટલો જથ્થો ઉપલબ્ધ છે. આવી જ રીતે ટેબ.3FDC CP (A) (H75,R150 & E275)નો 159287016, ટેબ 3FDC(P) (H50, R75, Z150)નો 17889844, ટેબ. 4FDC(A) (H75, R150, Z400 & E275)નો 94250072, ટેબ. બેડાક્વિલાઇન (BDQ)-Lનો 9835849, કેપ. ક્લોફાઝિમાઇન 100 મિગ્રાનો 7901607, કેપ. ક્લોફાઝિમાઇન 50 મિગ્રાનો 129405, કેપ. સાયક્લોસેરીન 250 મિગ્રાનો 12591104, ટેબ. ડેલામાનીડ 50mgનો 3688946, ટેબ. એથામ્બુટલ 100 મિગ્રાનો 40895959, ટેબ. એથામ્બુટોલ 800mgનો 2759910, ટેબ. એથિયોનામાઇડ 250mgનો 15096309, ટેબ. Moxifloxacin 400mgનો 25720793, ટેબ. આઇસોનિઆઝિડ 300mgનો 43951761, ટેબ. લેવોફ્લોક્સાસિન 250mgનો 10770158, ટેબ. લેવોફ્લોક્સાસિન 500mgનો 9862422, ટેબ લીટીઝોલીડ 600mgનો 4190760, ટેબ. પાયરાઝીનામાઇડ 500mgનો 6262558, ટેબ. પાયરાઝીનામાઇડ 750mgનો 5862684, ટેબ. પાઇરીડોક્સાઇન ૧૦૦ મિગ્રાનો 20060750 જેટલો જથ્થો ઉપલબ્ધ છે. હાલ સરકાર પાસે ટીબી વિરોધી દવાનો 4થી 6 મહિના સુધી ચાલે એટલો જથ્થો પડ્યો છે.