1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આવનારા વર્ષમાં સાતમાં પગાર પંચની ભલામણના આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થઈ શકે છે વધારો
આવનારા વર્ષમાં સાતમાં પગાર પંચની ભલામણના આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થઈ શકે છે વધારો

આવનારા વર્ષમાં સાતમાં પગાર પંચની ભલામણના આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થઈ શકે છે વધારો

0
Social Share
  • કેન્દ્રી અધિકારીઓના વેતનમાં થઈ શકે છે વધારો
  • 7મું પગાર પચંની ભલામણના આધારે વધારો શક્ય

દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને લઈને કેટલાક કામો અટક્યા હતા ત્યારે કોરોનાનો કહેર ઓછો થતા જ અનેક કાર્યમાં વેગ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ માટે પણ સારા સમાચાર પ્રાપ્ત થી શકે તેમ છે

કેટલાક નિષ્ણાતોનાં કહ્યા પ્રમાણે, આવનારા વર્ષ 2021મા સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ કરતા લોકોના પગારમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, આ પગાર વધારાનું કાર્ય 7મુ પગાર પંચની ભલામણના આધારે કરવામાં આવી રહ્યું છે,  કોરોના મહામારીના કારણે અનેક સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા પર અવરોધ આવ્યો હતો ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા તમામ કર્મીઓને તેનો લાભ મળવાની પરુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ અને પેન્સનરોને મોંઘવારી ભથ્થું 21 ટકાનાં હિસાબ પ્રમાણે આપવામાં આવે છે , પરંતું તાજેતરમાં આ ભથ્થું 17 ટકા આપવામાં આવી રહ્યું છે, ઉલ્લખનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી આ પ્રકારની વ્યવસ્થા જુન 2021 સુધી કરવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2021 પછી સરકાર મોંઘવારી ભથ્થા પર મોટી  રાહત આપી શકે છે, જો આ વાત શક્ય બનશે તો કર્મચારીઓના  પગાર તથા પેન્સનમાં વધારો થશે આ બન્ને તેઓને વધારા સાથે મળી શકે છે

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી અને 1 જુલાઇનાં દિવસે મોંઘવારી ભથ્થામાં વૃધ્ધી કરે છે.સરકારે પગાર ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે.

સાહિન-

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code