
જાણીલો આ છે ભારતના સૌથી ખતરનાક કેટલાક રસ્તાઓ – જ્યાં જવામાં છે જીવનું જોખમ
સામાન્ય રીતે રસ્તા પર લોંગ ડ્રાઈવ કરવું બધાને જ ગનમે છે જો કે ભારતમાં કેટલાક માર્ગ ેવા ચે જ્યાં લોંગ તો શું તમને શઓર્ટ ડ્રાઈવ કરતા પસીનો છૂટી જશે, આ માર્ગો ખૂબ જ ભયાનક માર્ગોની શ્રેણીમાં સામેલ છે જ્યાથી સપાર થવું એટલે આપણા જીવને જોખમમાં મૂકવા બરાબર છે ખાસ કરીને આવા માર્ગો પહાડી વનિસલ્તારો વાળા રાજ્યોમાં આવેલા છએ જેમાં જમ્મુ કાશ્રીમ ,લેહ લદાખ, સિક્કીમ આસામ વગેરેનો સમાવેશ થાય છે.,
જાણો આ ખતરનાક માર્ગ કયાં કયાં છે
જોજી લા – લેહ થી શ્રીનગર
દરિયાની સપાટીથી 11,575 ફૂટની ઊંચાઈ પર આવેલ જોજી લા ભારતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 1 ના લેહ-શ્રીનગર સેકશન પર એક હિલ પાસ છે. જોજી લા ની આજુબાજુનો નજારો કાતિલ તો છે જ, સાથે સાકડી સડક, પોલા ખડકો, ખરાબ મોસમ, અને ધારદાર વળાંકો ને કારણે રસ્તો પણ જીવલેણ બની શકે છે.ઘણીવાર તો સામેથી આવતા વાહનોને રસ્તો આપવા માટે કેટલાય મીટર ગાડી રિવર્સમાં પણ લેવી પડે છે. આ હિલ પર તમારી ડ્રાઇવિંગ કળાની અસલ પરીક્ષા થાય છે. માત્ર એક ભૂલ કરવાથી તમારો જીવ જતો રહે છે જોખમમાં .
મનાલી-લેહ રાજમાર્ગ
મનાલી-લેહ હાઈવે પર ભારતના સૌથી સુંદર નજારાઓ જોવા મળે છે. પરંતુ આ સુંદરતાના ભ્રમ છુપાયેલું છે જીવનું જોખમ. આ રસ્તા પર તમને વહેતી નદીઓ , રેલિંગ વગરના વળાંકો, તૂટતા પથ્થરો, અને ટ્રાફિક થી ઝઝૂમવું પડશે.આ રસ્તા પર રોહતાંગ પાસ તો આવે જ છે સાથે 365 કી.મી સુધી કોઈ પેટ્રોલ પંપ પણ નથી. અહીં ગાટા લૂપના ધારદાર 21 વળાકો આવે છે. તો તમારું કાળજુ કઠણ કરીને આ સફર પૂરી કરવાના ઇરાદાથી જ રસ્તા પર ઉત્તરજો.બાકી તમારી નજર ચૂકતા જ તમારો જીવ જોખમમાં આવે છે.
માથેરાન
આ રસ્તો તમને માથેરાનથી નેરલ જતા સમયે મળશે. આ રસ્તા પરથી પસાર થતાં, દરેકનું હૃદય જોરથી ધબકવાનું શરૂ કરે છે. કૃપા કરી કહો કે આ રસ્તો ખૂબ જ સરળ છે, જેના કારણે તેના પર વારંવાર અકસ્માત થાય છે. રસ્તો સાંકડો, વિન્ડિંગ છે જે એકદમ સપાટ છે. આ માર્ગોમાંથી પસાર થતાં અકસ્માતોનો ભોગ બને છે.
થ્રી લેવલ ઝીગ ઝેગ રોડ
આ રોડ સિક્કિમમાં આવેલો છે. આ સ્પાઇરલ રોડને જોઇ મનોહર દશ્ય જોવા મળે છે. સમુદ્ર તળ સપાટીથી 11,200 ફુટ ઉંચાઇ પર આવેલો રોડ તેમને હિમાલયનો ખુબ સુંદર વ્યુ આપે છે. આ વળાંકવાળા રૂટને કારણે તેમને ચક્કર આવી શકે છે. આ રોડને પસાર કરવા માટે ખાસ પરવાનગી લેવી પડે છે.
ખારડંલ લા
ભારતના 5 સૌથી ખતરનાક રસ્તાઓની વાત કરીએ તો ખારડંગ લા પ્રથમ આવે છે. તે દેશનો સૌથી ખતરનાક માર્ગ માનવામાં આવે છે. 18,380 ફૂટની ઉંચાઇ પર સ્થિત આ માર્ગને વિશ્વનો સૌથી ખતરનાક માર્ગ માનવામાં આવે છે. આ રસ્તાનું તાપમાન ખૂબ ઓછું છે અને ઓક્સિજનનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે.