
ઉજ્જૈનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ?,તો આ સ્થળો જોવાનું ન ચુકતા
- ઉજ્જૈનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ?
- તો આ અદ્ભુત સ્થળોની મુલાકાત લેવાનું ન ભૂલતા
- આ સ્થળો વિશે જાણીએ વિગતવાર
ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે. ઉજ્જૈન નગરી ભારતની સૌથી પ્રાચીન નગરી ગણાય છે. ઉજ્જૈન પરથી કર્કવૃત રેખા પસાર થાય છે. તેથી જ એક જમાનામાં ઉજ્જૈન જ્યોતિષ વિજ્ઞાન અને જ્યાતિવિદ્યાનું ધામ ગણાતું. ભારતમાં જે પાંચ મુખ્ય વેધશાળાઓ છે તે પૈકીની સૌથી પ્રાચીન વેધશાળા અહીં છે.
ઉજજૈનમાં ઘણાં જોવાલાયક નાનાં-મોટાં મંદિરો,મ્યુઝિયમ,કુંડ,બોટ રાઈડ વગેરે છે.જેનો તમે આનંદ માની શકો છો.તો આવો જોઈએ આ સ્થળો વિશે વિગતવાર.
ઇસ્કોન મંદિર ઉજ્જૈનના પ્રખ્યાત સ્થળોમાંથી એક છે, જ્યાં મોટી સંખ્યામાં યાત્રીઓ આવે છે. તે ભગવાન કૃષ્ણને સમર્પિત છે અને અહીં તમે તેમની સુંદર પ્રતિમા જોઈ શકો છો.
જો વાત કરવામાં આવે રામ ઘાટમાં બોટ રાઈડની તો તમે આ બોટ રાઈડનો આનંદ માણી શકો છો.શાંત પાણીની વચ્ચે બોટની સવારી તમારા મનને મોહી લેશે અને તમે આ લાગણીને લાંબા સમય સુધી ભૂલી શકશો નહીં.
જો તમે ઈતિહાસ પ્રેમી છો અને તમે ઉજ્જૈન સાથે સંબંધિત રસપ્રદ તથ્યો જાણવા માગો છો, તો ચોક્કસથી અહીં સ્થિત મ્યુઝિયમની મુલાકાત લો. અહીં ઘણા મ્યુઝિયમ છે, જેમાંથી એક ઉજ્જૈન પ્લેનેટેરિયમ છે, જે તમારા બાળકોને ગમશે.
ઉજ્જૈનની મુલાકાત દરમિયાન તમારે ગોમતી કુંડની મુલાકાત લેવી જ જોઈએ. કહેવાય છે કે,આ નદી ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત છે અને અહીં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને આ પૂલની આસપાસની શાંતિ ગમશે.