
આ કંપની પોતાના કર્મીઓને ‘મગજને શાંત’ રાખવા આપી રહી છે 11 દિવસની રજાઓ – જાણો શું છે મામલો
- મેશો કંપની પોતાના કર્મીઓને આપી રહી છે રાહત
- મગજને શાંત રાખવા 11 દિવસની રજા આપશે
- 11 ઓક્ટોબરથી 1લી નવેમ્બર સુધી કર્મીએ રજા માણશે
આજકાલ અનેક લોકો તણાવ વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે,ઘરના બરાહના અનેક જાતના ટેન્શનના કારણે લોકો સતત ચિંતામાં જીવી રહ્યા છે,આવી સ્થિતમાં જે લોકો 10 થી 12 કલાકની જોબ કરે છે તેઓને વધુ માનસિક તણાવ રહે છે,તેવો પણ ઈચ્છા હોય કો થોડી રજા લઈને શાંતિથી રહીએ ,જો કેએક કંપનીએ આવું વિચારનારાના વિચારો સાચા ઠેરવ્યા છે.
આપણે સૌ કોઈ બીમાર પડીએ તો ઓફીસમાંથી આપણે લીવ લઈએ છીએ પણ ક્યારેય મનની શાંતિ માટે પણ રજા મળી જાય તો ખેરખર જીવન જીવવાનો અનેરો આનંદ મળી જાય, જો કે ભારતીય ઈ-કોમર્સ કંપની મીશો સ્ટાર્ટ મેન્ટલ હેલ્થ બ્રેક એ તેના કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યને સારું રાખવા માટે એક ખાસ નીતિ બનાવી છે. કંપની કર્મચારીઓને તેમના મનને ફરીથી સેટ કરવા અને રિચાર્જ કરવા માટે વર્ષમાં 11 દિવસની રજા આપશે.
ઓનલાઈન ફેશન સ્ટોર મીશોની આ નવી શરુાત છે.તે તેના કર્મીઓને મેન્ટલી ફ્રેશ થવા આ રજાઓ આપવાની શરુઆત કરશે આ રજા 22 ઓક્ટોબર, 2022 થી 1 નવેમ્બર, 2022 સુધી ચાલશે.
મીશો કંપનીના સ્થાપક અને ચીફ ટેકનોલોજી ઓફિસર સંજીવ બરનવાલે ટ્વિટર પર આ નિર્ણયની જાહેરાત કરી છે અને કહ્યું છે કે આજકાલ કર્મચારીઓના જીવનમાં તણાવ અને કામ છે, આવી સ્થિતિમાં કર્મીઓને રિચાર્જ થવા અને તણાવમાંથી મૂ્કત કરવા માટે આ રડાઓ આ નિતી અન્ય કંપનીઓ અપનાવશે.’