
- ઓછી આવક ઘરાવતા લોકોને પીએમ મોદી એ આપી ભેટ
- નવા નોકરી પર જોડાયેલા લોકોને રિટાયરમેન્ટ ફંડમાં અંશદાન અપાશે
દિલ્હીઃ-કેન્દ્ર સરકાર લોકડાઉન બાદ આર્થિક રિતે નબળા પડેલા વર્ગને અનેક રીતે સહાય કરી રહી છે તક્યારે હવે દેશના પ્રધન મંત્રી મોદીએ ઓછી આવક ધરાવતા લોકો ખા, ગિફ્ટ આપી છે. ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના’ હેઠળ કેન્દ્ર એ જણાવ્યું કે, 1લી ઓક્ટોબર 2020થી 30 જૂન 2021 સુધી અનેક કંપનીઓ અને ઉદ્યોગ એકમો દ્વારા નવી નોકરી શરુ કરનારા કર્મચારીઓ માટે બે વર્ષ સુધી રિટાયરમેન્ટ ફંડમાં અંશદાન આપવામાં આવશે .
એટલે કે, નક્કી કરેલા સમયમાં ઓછા પગાર પર અને નવી નિમણુંક પર સરકાર હવે કર્મચારીના 12 ટકા અને નિયોક્તાના 12 ટકા ભવિષ્ય નિધિ કોષનું ભારર ઉઠાવશે.
આ નિર્ણય બુધવારના રોજ કેન્દ્રએ કેબિનેટ બેઠકમાંલેવાયો છે, આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ આ નિર્ણયને મંજુરી આપવામાં આવી છે, કેન્દ્ર સરકાર આ યોજના પર 22 હજાર 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 58 લાખ જેટલા કર્મીઓને તેનો લાભ મળવા પાત્ર છે
આ યોજના હેઠળ કોને લાભ મળવા પાત્ર છે-જાણો
- કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ દર મહિને 15 હજાર રૂપિયા કે તેનાથી ઓછો પગાર ઘરાવતા કર્મચારીઓને તેનો લાભ આપવાનું નક્કી કર્યું છે
- આ લાભ લેવા પાત્ર કર્મચારીઓ એવા હશે કે, જેમણે 1 ઓક્ટોબર 2020 પહેલા કોઈ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સાથે સંબંધિત સંસ્થાનમાં નોકરી ન કરતા હોય, અને તેઓ પાસે યૂનિવર્સલ એકાઉન્ટ નંબર નથી.
- જેમની પસો UAN એકાઉન્ટ છે પરંતુ 15 હજાર રૂપિયાથી માસિક પગાર ઓછો છે, પરંતુ 1 માર્ચ 2020થી 30 સપ્ટેમ્બર 2020ની વચ્ચે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવી છે અને પછી EPFO સાથે જોડાયેલી કોઈ પણ સંસ્થામાં નોકરી નથી કરી.
સાહિન-