1. Home
  2. ગુજરાતી
  3. ધુરધર ફિલ્મના આ વિલને પોતાની ફી અંગે કર્યો ખુલાસો
ધુરધર ફિલ્મના આ વિલને પોતાની ફી અંગે કર્યો ખુલાસો

ધુરધર ફિલ્મના આ વિલને પોતાની ફી અંગે કર્યો ખુલાસો

0
Social Share

મુંબઈ, 11 એપ્રિલ 2026: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ એવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં રૂ. 1600 કરોડની શાનદાર કમાણી કરી ભારતની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. આ ફિલ્મની સફળતામાં માત્ર રણવીર જ નહીં, પરંતુ તેના તમામ સહાયક કલાકારોની મહેનત પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ સમયથી જ એક નામ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું, અને તે છે આતંકી ‘ઝહૂર મિસ્ત્રી’નું પાત્ર ભજવનાર અભિનેતા વિવેક સિન્હા. વિવેકે આ નાનકડી ભૂમિકામાં એવો જીવ રેડ્યો છે કે લોકો તેના અભિનયના વખાણ કરતા થાકતા નથી. જોકે, આ લોકપ્રિયતાની સાથે-સાથે વિવેક હવે તેની ફીને લઈને પણ ચર્ચામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર એક લિસ્ટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં ‘ધુરંધર 2’ ના કલાકારોની ફી વિશે દાવો કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં વિવેક સિન્હાની ફી રૂ. 80 લાખથી રૂ. એક કરોડ હોવાનું જણાવાયું છે. આ અંગે સ્પષ્ટતા કરતા વિવેકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વિવેકે વીડિયોમાં હસતા અને થોડા પરેશાન થતા કહ્યું કે, “તમારા પ્રેમ માટે આભાર, પરંતુ સોશિયલ મીડિયા પર મારી ફી વિશે ખોટા આંકડા ફેલાવવામાં આવી રહ્યા છે. મને રૂ. 80 લાખ કે 1 કરોડ રૂપિયા નથી મળ્યા, કસમથી! મહેરબાની કરીને આવી પોસ્ટ ન મૂકો.”

વિવેકે વધુમાં જણાવ્યું કે આ ફેક ન્યૂઝને કારણે તેને વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે કહ્યું, “જ્યારથી આ લિસ્ટ વાયરલ થયું છે, ત્યારથી મને મેસેજ આવી રહ્યા છે કે ‘સર, અમારું બાળક બીમાર છે, મદદ કરો’. ભાઈ, હું મદદ તો કરી દઉં પણ મારી પાસે એટલા પૈસા હોવા તો જોઈએ ને! મને અપેક્ષા મુજબ સારા પૈસા મળ્યા છે, પણ આટલા બધા નથી. મુંબઈમાં રહું છું, ખર્ચો પણ ઘણો છે. જે મળ્યા હતા તે પણ પૂરા થઈ ગયા છે!” ધુરંધર 2′ ની આ ભવ્ય સફળતા વચ્ચે વિવેક સિન્હાના આ નિખાલસ એકરારે ચાહકોનું દિલ જીતી લીધું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code