1. Home
  2. ગુજરાતી
  3. શ્રેષ્ઠ તપાસ કરનારા પોલીસ કર્મીઓમાં દેશભરમાંથી 28 મહિલાઓ સહીત 151 પોલીસ કર્મીઓને એમએચએ એવોર્ડ એનાયત
શ્રેષ્ઠ તપાસ કરનારા પોલીસ કર્મીઓમાં દેશભરમાંથી 28 મહિલાઓ સહીત 151 પોલીસ કર્મીઓને એમએચએ એવોર્ડ એનાયત

શ્રેષ્ઠ તપાસ કરનારા પોલીસ કર્મીઓમાં દેશભરમાંથી 28 મહિલાઓ સહીત 151 પોલીસ કર્મીઓને એમએચએ એવોર્ડ એનાયત

0
Social Share
  • એમએચએ એવોર્ડ એનાયત કરાયા
  • દેશભરમાંથી 15 પોલીસને એવોર્ડ મળ્યા
  • 28 મહિલાઓ પમ બેસ્ટ ઈન્વેસ્ટિગેશનમાં સમાવેશ પામી

દિલ્હીઃ- દેશભરમાં સુરક્ષામાં તૈયાન પોલીસ કર્મીઓ પોતાની ફરજ જવાદબાકી પૂર્વક નિભાવતા હોય ચે વાર તહેવાર હોય કે પછી પ્રસંગ હોય તેઓ હંમેશા ફરજ પર હાજર રહીને જનતાની સેવામાં હોય છે આ પ્રકારના પોસીલ કર્મીઓના અસાધારણ યોગદાનને ભારત સરકાર બિરદાવે છે અને અનેક પ્રકારના જૂદા જૂદા સમ્માનથી સમ્માનિત કરે છે જેમાં એક છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દેશભરમાંથી ખાસ તપાસ સાથે જોડાયેલા પોલીસ વીરોને પોતાની વિરતા માટે એનાયત કરવામાં આવે છે.

ત્યારે આ  વર્ષ દરમિયાન એમએચએ એવોર્ડની જાહેરાત કરવામાં આવી ચૂકી છે જેમાં સમગ્ર દેશમાંથી 151 પોલીસ કર્મચારીઓને તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. એમએચએ એવોર્ડ મેળવનારાઓમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના 15, મહારાષ્ટ્ર પોલીસના 11, મધ્ય પ્રદેશ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસના 10-10, કેરળ પોલીસ, રાજસ્થાન પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસના આઠનો સમાવેશ થાય છે. આ એવોર્ડ વિજેતાઓમાં 28 મહિલા પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

જાણો કોને આપવામાં આવે છે આ એવોર્ડ

આ પુરસ્કાર કેન્દ્રીય તપાસ એજન્સીઓ, રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળના સભ્યોને તપાસમાં તેમની ઉત્કૃષ્ટ સેવા માટે આપવામાં આવે છે. આ માટે હેડ કોન્સ્ટેબલથી લઈને પોલીસ અધિક્ષકને ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું કહેવામાં આવે છે.

આઈ એવોર્ડ ખઆસ તેવા પોલીસ કર્મીઓને એનાયત કરવામાં આવે છે કે જે ગુનાની તપાસના ધોરણે અસાધારણ કાર્ય કર્યું હોય તેઓને પ્રોત્સાહન આપવા અને તપાસમાં આવી શ્રેષ્ઠતાને માન્યતા આપવાના ઉદ્દેશ્ય સાથે 2018 માં કેન્દ્રીય ગૃહ પ્રધાનના તપાસમાં શ્રેષ્ઠતા માટેના ચંદ્રકની રચના કરવામાં આવી હતી. તેની જાહેરાત દર વર્ષે 12 ઓગસ્ટે કરવામાં આવે છે. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓને એવોર્ડ આપવામાં આવે છે.

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code